અમદાવાદગુજરાત

ગુજરાતમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, અસહ્ય ગરમી ઘટશે

અમદાવાદ, 06 જૂન 2004, ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું અને સારું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે સમગ્ર દેશમા 106 ટકા જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે. આથી ગુજરાતમાં પણ આ વર્ષે સારો વરસાદ રહેવાની શક્યતા છે. જગતના તાતને તેમનો પાક બચાવવા પાણી માટે વલખાં મારવા પડશે નહીં. કારણ કે, આવશ્યક વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણની આગાહી કરતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન યથાવત્ રહેશે. ગુજરાતના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ શકે છે. જે હાલમાં સ્થિતિ છે તે આગામી પાંચ દિવસ યથાવત્ રહેશે.

આગામી 3 દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત દાહોદ અને છોટા ઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે, જેનાથી લોકો અકળામણ અનુભવશે.આ વર્ષે ચોમાસુ વહેલું અને સારું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે સમગ્ર દેશમા 106 ટકા જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે. આથી ગુજરાતમાં પણ આ વર્ષે સારો વરસાદ રહેવાની શક્યતા છે. જગતના તાતને તેમનો પાક બચાવવા પાણી માટે વલખાં મારવા પડશે નહીં. કારણ કે, આવશ્યક વરસાદ વરસે તેવી શક્યતા છે.

9 અને 10 જૂને ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ સાથે મેઘગર્જના પણ રહેશે. ત્યારબાદ ત્રીજા દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ 9 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

11 અને 12 જૂને અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની આગાહી
11 જુને અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ,બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃચોમાસામાં પાણી ભરાય, ઝાડ ધરાશાયી થાય તો AMCને આ નંબર પર વોટ્સએપ કરી શકાશે

 

Back to top button