ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

લ્યો બોલો, EVM કાઉન્ટિંગમાં હારી ગયેલા બે ઉમેદવાર આ રીતે જીત્યા ચૂંટણી

નવી દીલ્હી, 6 જૂન, લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ઘણા દિગ્ગજ નેતાઓની જીત થઈ અને ઘણા મોટા નામોને હારનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને 240 બેઠકો મળી હતી અને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. NDA ગઠબંધનને દેશભરમાં 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની I.N.D.I.A.એ કુલ 234 બેઠકો જીતી હતી, જ્યારે 18 બેઠકો અન્ય પક્ષોને ગઈ હતી. લોકસભા ચૂંટણીના પરિણામોમાં બે બેઠકો એવી હતી કે જેઓ EVM કાઉન્ટિંગમાં હારી ગયા હતા, પરંતુ પછી એવું શું થયું કે ચૂંટણી જીતી ગયા. ચાલો જાણીએ આ કેવી રીતે શક્ય બન્યું.

લોકસભાની બે બેઠકો માટેનું મતદાન અંત સુધી રોમાંચક રહ્યું હતું, જ્યાં મત ગણતરી બાદ ઉમેદવારો જીત્યા હતા પરંતુ પોસ્ટલ બેલેટથી તેઓ હારી ગયા હતા. ચૂંટણીમાં માત્ર EVM મશીન જ નહીં પરંતુ પોસ્ટલ બેલેટ વોટનું પણ જીતમાં એટલું જ મહત્વ હોય છે. પરિણામોના દિવસે મુંબઈ અને ઓડિશામાં તેના ઉદાહરણ જોવા મળ્યા હતા, જ્યારે EVM મતોની ગણતરી પછી પરાજિત ઉમેદવારોને આખરે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. શિવસેનાના રવીન્દ્ર વાયકર અને ભાજપના ઉમેદવાર રવિન્દ્ર નારાયણ બેહેરા વાઈકરે મુંબઈ નોર્થ વેસ્ટ સીટ જીતી હતી, જ્યારે બેહેરાએ ઓડિશાની જાજપુર સીટ જીતી હતી.

પોસ્ટલ વોટ શું છે?

પોસ્ટલ વોટિંગ એ મતદાનની એક પદ્ધતિ છે. જેમાં મતદાતાએ રૂબરૂ મતદાન મથક પર જવાની જરૂર નથી. આ અંતર્ગત મતદાર પોતાનો મત પોસ્ટ દ્વારા મોકલી શકે છે. પોસ્ટલ વોટ એવા મત છે જે મતદારો દ્વારા આપવામાં આવે છે જે મતદારક્ષેત્રની બહાર રહે છે અથવા ફરજના કારણે બૂથ સુધી પહોંચી શકતા નથી.

રવિન્દ્ર દત્તારામ વાયકરે કર્યો કમાલ

મુંબઈ, ઉત્તર પશ્ચિમ (મહારાષ્ટ્ર) લોકસભા સીટ પરથી શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર દત્તારામ વાયકરે જીત નોંધાવી છે. EVM કાઉન્ટિંગમાં તેમને તેમના હરીફ કરતા ઓછા વોટ મળ્યા પરંતુ પોસ્ટલ વોટની ગણતરી બાદ તેઓ ચૂંટણી જીતી ગયા. તેમણે તેમના નજીકના હરીફ શિવસેનાના અમોલ ગજાનનને માત્ર 48 મતોથી હરાવ્યા. ઈવીએમની ગણતરી સુધી અમોલ આગળ હતા પરંતુ પોસ્ટલ વોટિંગની ગણતરી બાદ તેઓ ચૂંટણી હારી ગયા હતા. જોકે, શિવસેનાએ કહ્યું છે કે તે પરિણામના નિર્ણયને કોર્ટમાં પડકારશે.

ઓડિશાના જાજપુરમાં બીજેપી ઉમેદવારે પણ કર્યું કમાલ

આવું જ કંઈક ઓડિશાની જાજપુર લોકસભા સીટ પર જોવા મળ્યું જ્યાં બીજેપી ઉમેદવાર રવિન્દ્ર નારાયણ બેહેરા જીતી ગયા. બહેરાને તેમના પ્રતિસ્પર્ધી બીજુ જનતા દળના શર્મિષ્ઠા સેઠી કરતા 496 મત ઓછા મળ્યા હતા, પરંતુ પોસ્ટલ વોટની ગણતરી બાદ બેહેરાએ ચૂંટણી જીતી લીધી હતી. પોસ્ટલ વોટિંગમાં બેહરાને 5280 વોટ મળ્યા અને સેઠીને 3224 વોટ મળ્યા.

આ પણ જાણો..શું નરેન્દ્ર મોદી 8મીએ નહીં પણ 9મીએ પીએમ પદના શપથ લેશે? જાણો કારણ

Back to top button