દક્ષિણ ગુજરાતબિઝનેસ

SGCCI :‘વિવનીટ એકઝીબીશન– 2022’નો શુભારંભ, પહેલાં દિવસથી જ બાયર્સ તથા વિઝીટર્સનો સારો પ્રતિસાદ

Text To Speech

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 23 થી 25 જુલાઇ,2022 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– 2022 (સેકન્ડ એડીશન)’ યોજાયું છે. ત્રણ દિવસ માટે યોજાયેલા આ પ્રદર્શનનો આજથી શુભારંભ થયો છે અને પ્રથમ દિવસથી જ બાયર્સનો જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે. સુરત શહેર ઉપરાંત દેશની વિવિધ મોટી કાપડ મંડીમાંથી મોટા ગજાના બાયર્સ આ પ્રદર્શન નિહાળવા માટે આવી રહયા છે.

વિવનીટ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહમાં ધ કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ રાજેશ મસંદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલ્સના એડીશનલ ટેકસટાઇલ કમિશનર એસ.પી. વર્મા તથા સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. મુખ્ય મહેમાન રાજેશ મસંદના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરી તેને ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. ઉદ્‌ઘાટન સમારોહમાં દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભારત સ્થિત મુખ્ય પ્રતિનિધી સમીર નવાની પણ ઉપસ્થિત રહયા હતા.

મુખ્ય મહેમાન રાજેશ મસંદના હસ્તે પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું

SGCCI ના પ્રમુખ હિમાંશુ બોડાવાલા વતિ તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિવનીટ એકઝીબીશનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. આ પ્રદર્શન થકી યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ આ પ્રદર્શનની થીમ છે અને લોટસ સ્ટેમ ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત લેપેટ ફેબ્રિક પણ બાયર્સનું ખાસ ધ્યાન ખેંચશે.

સુરતમાં ઉત્પાદિત થતા કુલ યાર્નમાંથી 30 ટકા યાર્ન એકસપોર્ટ થાય છે. ટેકસટાઇલ માટે હવે ગ્લોબલી ડિમાન્ડ વધી રહી છે ત્યારે મેન મેઇડ ફેબ્રિકસના સોર્સિંગ માટે સુરત એ બાંગ્લાદેશ અને યુએસએ સહિતના દેશો માટે મહત્વનું બન્યું છે. આથી સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીએ આ દિશામાં કેપેસિટી વધારવી પડશે. સાથે જ એપેરલ, ફેશન ડિઝાઇનીંગ, પ્રોડકશન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ મટિરિયલ્સ બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

સીએમએઆઇના પ્રમુખ રાજેશ મસંદે જણાવ્યું હતું કે, સીએમએઆઇ તથા ચેમ્બર સાથે મળીને સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે એપેરલ ટ્રેનીંગ સેન્ટર બનાવવા માટે પ્રયાસ કરી રહયું છે. આ સેન્ટરના માધ્યમથી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને સ્કીલ્ડ વર્કર આપી શકાશે. સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, સુરતમાં ટેકસટાઇલ ઉદ્યોગ સાહસિકો જો 10 થી 20 ટકા રોકાણ ગારમેન્ટ માટે કરશે તો પણ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ જશે અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં આ મહત્વનું સાબિત થશે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે યોજાયેલા વિવનીટ એકઝીબીશન માટે તેમણે ચેમ્બરને અભિનંદન આપ્યા હતા.

 

‘વિવનીટ એકઝીબીશન– 2022

એડીશનલ ટેકસટાઇલ કમિશનર એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, સુરતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ ગઇ છે. હવે પ્રોડકટમાં નવીનીકરણ અને વેલ્યુ એડીશન કરવાની જરૂર છે. ઉદ્યોગકારોએ ઓપોર્ચ્યુનીસ્ટ બનવું પડશે. ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન તરફ પણ આગળ વધવું પડશે. તેમણે ચેમ્બરને કેપેસિટી નેટવર્કીંગ માટે ચેમ્બરને સૂચન કર્યું હતું.

ભારતમાં દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરનારા મુખ્ય પ્રતિનિધી સમીર નવાનીએ જણાવ્યું હતું કે, દુબઇમાં મહત્વની બિઝનેસ મિટીંગો તથા એકઝીબીશન્સ થાય છે અને દુબઇથી ર૦૦ જેટલા દેશો સાથે સીધો વેપાર થાય છે. કોઇપણ પ્રોડકટની બ્રાન્ડ માટે ઇન્ટરનેશનલ એકસપાન્શન જરૂરી છે. ઇન્ડિયા અને દુબઇ વચ્ચે ટેકસટાઇલ, ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી સેકટરે બિઝનેસ થાય છે. આથી ઇન્ડિયા અને દુબઇ વચ્ચેના વેપાર માટે સુરત અગત્યનું છે.

વિવનીટ પ્રદર્શન-2022 કાર્યકમ માં હાજર રહેલા મહેમાનો

વિવનીટ પ્રદર્શનના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં 160 જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. સુરતમાંથી રપ હજાર જેટલા ટેકસટાઇલ હોલસેલર આ પ્રદર્શનની મુલાકાત લેશે તથા સુરત બહારના 1 હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે. આ ઉપરાંત દુબઇ ખાતેથી યુએઇના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્‌સ ગૃપ (ટેકસમાસ)નું પ્રતિનિધી મંડળ પ્રદર્શનની મુલાકાતે આવ્યું હતું. તેઓની વિવનીટ પ્રદર્શનની મુલાકાતથી એકઝીબીટર્સને આંતરરાષ્ટ્રીય કક્ષાના બાયર્સ સાથે સીધો સંપર્ક થશે અને ગ્લોબલી બિઝનેસ માટેનું પણ પ્લેટફોર્મ મળી રહેશે.

Back to top button