સુનિલ દત્તની બર્થ એનિવર્સરી પર સંજય દત્તે લખી ઈમોશનલ પોસ્ટ, શેર કરી ન જોયેલી તસવીરો
- સુનિલ દત્તની બર્થ એનિવર્સરી પર પુત્ર સંજય દત્ત તેમને ભાવપૂર્વક યાદ કરે છે. તેણે પિતા માટે હ્રદયસ્પર્શી પોસ્ટ લખી છે, તો પિતા સાથેની તસવીર પણ શેર કરી છે
6 જૂન, મુંબઈઃ દિવંગત અભિનેતા સુનિલ દત્તની આજે 95મી બર્થ એનિવર્સરી છે. તેઓ તેમના સમયના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી હતા. તેમણે ‘મધર ઈન્ડિયા’ (1957), ‘પડોસન’ (1968), ‘વક્ત’ (1965), ‘હમરાજ’ (1967) જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય આપીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. તેમની રાજનીતિમાં પણ સારી પકડ હતી. તેઓ એક સારા અભિનેતા હોવા ઉપરાંત શ્રેષ્ઠ રાજકારણી પણ હતા.
ભલે આજે તેઓ આ દુનિયામાં નથી, પરંતુ પુત્ર સંજય દત્ત તેમને હંમેશા ભાવપૂર્વક યાદ કરે છે. સંજય દત્ત હંમેશા પિતા સુનીલ દત્ત અને માતા નરગિસની ખૂબ નજીક રહ્યો હતો. સંજય દત્તે દિવંગત પિતાની 95મી જન્મ જયંતિ પર હૃદય સ્પર્શી પોસ્ટ લખી છે.
સંજય દત્તે શેર કરી પિતાની તસવીરો
સંજય દત્તે આજે તેના પિતા સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. પહેલો ફોટો સંજય અને તેની બહેન પ્રિયાનો બાળપણનો ફોટો છે, જેમાં સંજયદત્ત પિતા સાથે કંઈક વાંચતો જોવા મળે છે. બીજી તસવીર સુનીલ દત્તના યંગ લુકની છે. આ સાથે, અભિનેતાએ કેપ્શનમાં તેના પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે હેપ્પી બર્થડે ડેડ, હું તમને ખૂબ યાદ કરું છું અને તમને ખૂબ પ્રેમ કરું છું. તમે મને જિંદગીમાં જે શીખવ્યું હું તેનું પાલન કરતો રહીશ, વેલ્યૂ કરવાનું અને સૌથી વધારે વિનમ્ર અને એક સારી વ્યક્તિ બનવાનું, જે જરૂરિયાતમંદોની મદદ કરતી રહે. તમને હંમેશા પ્રેમ કરતો રહીશ. સંજય દત્તની આ ઈમોશનલ નોટથી ફેન્સ ભાવુક થઈ ગયા હતા. તેમણે સુનીલ દત્તને શ્રદ્ધાંજલિ આપતા વિશ પણ કર્યું છે.
સુનિલ દત્તની ફિલ્મી સફર
સુનિલ દત્તે 50-60ના દાયકામાં હિંદી સિનેમા પર રાજ કર્યું. તેમણે સાધના, હમરાઝ, વક્ત, મેરા સાયા, નાગિન, જાની દુશ્મન જેવી હિટ ફિલ્મો આપી. અભિનેત્રી નરગિસ દત્ત સાથેના અફેરના કારણે તેઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા. મધર ઈન્ડિયાના સેટ પર એક આગની ઘટનામાં સુનિલ દત્તે નરગિસનો જીવ બચાવ્યો હતો, ત્યારપછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. અફેર બાદ બંનેએ 11 માર્ચ 1958ના રોજ લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમના ત્રણ બાળકો છે. સંજય દત્ત, પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત.
સુનિલ દત્ત છેલ્લી વખત ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસમાં જોવા મળ્યા હતા. પહેલી વાર દિકરા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ ફિલ્મ સુપર હિટ હતી, જેને લોકો આજે પણ પસંદ કરે છે. 25 મે, 2005ના રોજ સુનિલ દત્તનું હાર્ટ એટેકથી નિધન થયું.
આ પણ વાંચોઃ મેં તો આવું કંઈ કહ્યું જ નથીઃ સોનુ નિગમે કર્યો ખુલાસો, કહ્યું યોગ્ય ચકાસણી નહીં કરનાર મીડિયા પણ…