અમદાવાદમાં ફોરેન એક્સચેન્જના રૂ.50,000 કરોડ મૂલ્યના ગેરકાયદેસર રેમિટન્સિસની તપાસ
- ગેરકાયદેસર રીતે રૂ.3,000 કરોડના મૂલ્યનું રેમિટન્સ કેનેડા અને હોંગકોંગ મોકલવામાં આવ્યું
- સંદિગ્ધ કંપનીઓ ગેરકાયદેસર રેમિટન્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાઈ
- દિલ્હી સ્થિત કંપની અને તેના ડિરેકટરોએ રૂ.3,000 કરોડનું ફોરેન રેમિટન્સિસ કર્યું
અમદાવાદમાં ફોરેન એક્સચેન્જના રૂ.50,000 કરોડ મૂલ્યના ગેરકાયદેસર રેમિટન્સિસની તપાસ શરૂ થઇ છે. તેમાં દિલ્હીની કંપનીએ ક્રિપ્ટોકરન્સીનું ગેરકાયદે વેચાણ કરી નાણાં હોંગકોંગ, કેનેડા મોકલ્યા છે. બેંકના અધિકારીઓ પણ ગેરરીતિમાં સામેલ હોવાની શંકાએ તપાસના રડારમાં છે. દિલ્હી સ્થિત કંપની અને તેના ડિરેકટરોએ રૂ.3,000 કરોડનું ફોરેન રેમિટન્સિસ કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 2 મહિનામાં 3 PI ફરાર, પોલીસ અધીકારીઓને પકડવામાં ખુદ પોલીસના હાથ ટૂંકા
સંદિગ્ધ કંપનીઓ ગેરકાયદેસર રેમિટન્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાઈ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ફોરેન એક્સચેન્જના રૂ.50,000 કરોડના મૂલ્યના ગેરકાયદેસર રેમિટન્સિસની તપાસ હાથ ધરી છે. સેવાઓની આયાત, બોગસ રેલવે બિલ્સ, સોફ્ટવેરની બોગસ આયાત, સેઝ યુનિટ્સમાં બોગસ આયાતો, બોગસ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બોગસ જીપીયુ સર્વર સ્પેશ સહિતના બહાના હેઠળ સંદિગ્ધ કંપનીઓ ગેરકાયદેસર રેમિટન્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાઈ હતી. ફિનટેક કંપનીઓ દ્વારા આચરાતી ઠગાઈ સામે ઈડીએ ફરી એક વખત કરેલી લાલ આંખના પગલે તપાસનો આ ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને વિદેશમાં રેમિટન્સિસની ગેરરીતિમાં બેંકોના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શંકાએ ઈડીએ આવા અધિકારીઓને પણ સ્કેન કરવા તેમની ફરતે તપાસનો ગાળિયો કસ્યો છે.
ગેરકાયદેસર રીતે રૂ.3,000 કરોડના મૂલ્યનું રેમિટન્સ કેનેડા અને હોંગકોંગ મોકલવામાં આવ્યું
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ગત સપ્તાહે ક્રિપ્ટોકરન્સી અને ફોરેન રિમેટન્સિસના ગેરકાયદેસર વેચાણમાં સામેલ આંતરરાષ્ટ્રીય હવાલા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટ દ્વારા ગેરકાયદેસર રીતે રૂ.3,000 કરોડના મૂલ્યનું રેમિટન્સ કેનેડા અને હોંગકોંગ મોકલવામાં આવ્યું હતું. બાતમીના આધારે તપાસ એજન્સી ઈડીએ દિલ્હી સ્થિત બિરફા આઈટી સર્વિસિસ દ્વારા કરવામાં આવેલા રૂ.1,850 કરોડના સંદિગ્ધ ક્રિપ્ટો વ્યવહારોનો પર્દાફાશ કર્યો હતો. ઈડી દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી અને શોધી કાઢવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા રૂ.1,850 કરોડના મૂલ્યના ક્રિપ્ટો એસેટનું વેચાણ કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા આટલી રકમનો જ પોતાના ખાતામાં લાભ મેળવવામાં આવ્યો હતો.