અમદાવાદમાં 2 મહિનામાં 3 PI ફરાર, પોલીસ અધીકારીઓને પકડવામાં ખુદ પોલીસના હાથ ટૂંકા
- મહિલા તબીબના આપઘાત કેસમાં પીઆઈ ખાચર ફરાર
- વસ્ત્રાપુરમાં મારામારીની બાદ હત્યા કેસમાં પીઆઈ ગોવિંદ ભરવાડ પોલીસને હાથ નથી લાગી રહ્યાં
- ક્રાઈમના પીઆઈ બી.એમ.પટેલ સામે 20 લાખની લાંચ માંગવાનો કેસ દાખલ થતા ફરાર
અમદાવાદમાં 2 મહિનામાં 3 PI ફરાર થયા છે. જેમાં પોલીસ અધીકારીઓને પકડવામાં ખુદ પોલીસના હાથ ટૂંકા પડ્યા છે. જેમાં દસ લાખની લાંચ લેનારા બંને પોલીસ કર્મચારીને ત્રણ દિવસના રિમાન્ડનો હુકમ છે. બે આરોપી પોલીસકર્મીના વોઈસ સેમ્પલ લઈ એફએસએલમાં મોકલાશે. તેમજ આરોપીઓને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ગાંધીનગર લઇ જવાના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીની વિદાયનો પ્રારંભ, જાણો શું છે વરસાદની આગાહી
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 માસમાં 3 પોલીસ ઈન્સપેકટર ફરાર
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 માસમાં 3 પોલીસ ઈન્સપેકટર ફરાર થઈ ગયા છે આમ છતાંય પોલીસ હજુ સુધી તેમને પકડી શકી નથી. ચોરીના કે ચેઈન સ્નેચરના ગુનામાં નાનામાં નાના આરોપી પણ તાત્કાલિક ઝડપાઈ જાય છે પણ ગંભીર ગુનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ ખુદ પોલીસના હાથમાં આવી નથી રહ્યાં તે એક ચોંકાવનારી બાબત છે, મહિલા તબીબના આપઘાત કેસમાં પીઆઈ ખાચર ફરાર છે તો વસ્ત્રાપુરમાં મારામારીની બાદ હત્યા કેસમાં પીઆઈ ગોવિંદ ભરવાડ પોલીસને હાથ નથી લાગી રહ્યાં ત્યાં ત્રીજા સાયબર ક્રાઈમના પીઆઈ બી.એમ.પટેલ સામે 20 લાખની લાંચ માંગવાનો કેસ દાખલ થઈ ગયો છે તે પણ બનાવ બન્યા બાદ ફરાર થઈ ગયા છે, આમ એક સાથે 3 પીઆઈ ફરાર હોવા છતાંય પોલીસના હાથ ટુંકા પડી રહ્યાં તેવુ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
સાઈબર ક્રાઈમના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી બાબતે એસીબીએ તપાસ ચાલુ કરી
ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરવા માટે રૂ.10 લાખની લાંચ લેતા પકડાયેલા ASI ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એસીબી દ્વારા બન્ને પોલીસ કર્મચારીઓના ગાંધીનગર એફએસએલમાં વોઈસ રેકોર્ડિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જો કે, આ ગુનામાં પોલીસ ઈન્સ્પેકટર બી.એમ.પટેલ ફરાર છે. જયારે સાઈબર ક્રાઈમના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી બાબતે એસીબીએ તપાસ ચાલુ કરી છે.