NDAની બેઠકમાં નીતીશ કુમારે મોદીને કહ્યું, ‘શક્ય તેટલી વહેલી તકે સરકાર બનવી જોઈએ’
- લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ બુધવારે સરકારની રચના અંગે ચર્ચા કરવા સાથી પક્ષો સાથે બેઠક યોજી
દિલ્હી, 05 જૂન: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ બુધવારે સરકારની રચના અંગે ચર્ચા કરવા સાથી પક્ષો સાથે બેઠક યોજી હતી. એનડીએની બેઠકમાં સામેલ થયેલા સીએમ નીતિશ કુમારે કહ્યું કે, ‘સરકાર બનાવવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. આપણે જલદી સરકાર બનાવવી જોઈએ.’
NDAની બેઠકમાં કોણે કોણે આપી હાજરી?
એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી. નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, એચ.ડી. કુમારસ્વામી, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, પવન કલ્યાણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સુનીલ તટકરે, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી, પ્રફુલ પટેલ, પ્રમોદ બોરો, અતુલ બોરા, ઈન્દ્ર હેંગ સુબ્બા, સુદેશ મહતો, રાજીવ રંજન સિંહ અને સંજય ઝાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. બુધવારે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન LKM ખાતે NDAની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાગ લેનારા નેતાઓ સાંજે 7:45 વાગ્યે રાષ્ટ્રપતિને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
Visuals from the National Democratic Alliance (NDA) meeting held at Prime Minister Shri Narendra Modi’s residence. pic.twitter.com/S7yH7Fe5fj
— BJP (@BJP4India) June 5, 2024
આજે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર ચાલુ રાખવા વિનંતી કરી.
NDAની બેઠકમાં પ્રસ્તાવ, PM મોદી ગઠબંધનના નેતા ચૂંટાયા
ઠરાવમાં એવું કહેવામાં આવ્યું હતું કે 2024 ભારતના 140 કરોડ દેશવાસીઓએ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશને દરેક ક્ષેત્રમાં વિકાસ કરતો જોયો છે. ખૂબ લાંબા અંતરાલ પછી, લગભગ 6 દાયકાઓ પછી, ભારતના લોકોએ સતત ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વને ચૂંટ્યું છે. આપણને બધાને ગર્વ છે કે એનડીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણી એકજૂથ થઈને લડી અને જીતી. આપણે બધા સર્વસંમતિથી NDA નેતા નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે પસંદ કરીએ છીએ.
બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓને કહ્યું, અભિનંદન, બધાએ સારી લડાઈ લડી. NDA હવે દેશના વિકાસ માટે કામ કરશે. અમે લોકો માટે અમારું કામ ચાલુ રાખીશું. આ વખતના પરિણામોમાં ભાજપ એકલા બહુમતના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ઈન્ડી ગઠબંધનને 234 બેઠકો મળી હતી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ 10 વર્ષમાં એવી કઈ ‘તપસ્યા’ કરી જેના કારણે કોંગ્રેસે 99 બેઠકો પર જીત મેળવી?