અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે વિદ્યાર્થીના મોઢા પર પેશાબ કર્યો, બાથરૂમ સાફ કરાવ્યુ

અમદાવાદ, 05 જૂન 2024, બોડી બિલ્ડર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર રજત દલાલે એક વિદ્યાર્થીનું અપહણર કરીને તેની સાથે ક્રુર વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. રજત દલાલે વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ તેના મોઢા પર ગોબર લગાવ્યું અને ત્યાર બાદ બાથરૂમ પણ સાફ કરાવ્યું હતું. વિદ્યાર્થીના મોઢા ઉપર પેશાબ કરીને માર માર્યો હતો. વિદ્યાર્થીએ રજત દલાલ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા આ ઘટના બની હતી. આ મામલે વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વિદ્યાર્થીએ રજત દલાલ સાથે સેલ્ફી પડાવી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ જાણીતા બોડી બિલ્ડર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર રજત દલાલ સામે અપહરણ તેમજ માર માર્યાની સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક મહિના પહેલાં જીમમાં ગેસ્ટ તરીકે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અને બોડી બિલ્ડર રજત દલાલ આવ્યો હતો. વિદ્યાર્થીએ રજત દલાલ સાથે સેલ્ફી પડાવી હતી. રજત દલાલ જીમમાં એક્સરસાઇઝ કરવા તેમજ શિખવાડવા માટે આવતો હતો. થોડા દિવસ પહેલાં વિદ્યાર્થીએ એક વીડિયો વાઈરલ કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, રોજ સુબહ અપના મુહ જીમમે દીખા કર મેરા દીન ખરાબ કરતા હુઆ. રજત દલાલે વિદ્યાર્થીને ફોન કરીને જીમમાં આવવાનું કહ્યું હતું. વિદ્યાર્થીના ઘરનું સરનામું માગ્યું હતું. જેથી વિદ્યાર્થીએ તેનું સરનામું આપ્યું હતું. રજત દલાલે વિદ્યાર્થીને ફોન કરીને કહ્યું હતું કે, અમે તારી સોસાયટી બહાર ઉભા છીએ. વિદ્યાર્થી રજત દલાલને મળવા માટે ગયો હતો. ત્યાર બાદ તેણે વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું.

કોમન પ્લોટમાં ગાળો બાલીને તેની પાસે ઉઠક બેઠક કરાવી
રજત દલાલે વિદ્યાર્થીને ધમકી આપી હતી કે, મેરા વીડિયો બનાને કી તેરી હિંમત કેસે હુઈ મેં તુજે કાટ ડાલુગાં તુજે નહીં છોડુગાં.કારમાં જ રજત અને તેના મિત્રોએ વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો. રજતે પોતાની જાતને પપ્પા કહેવડાવીને વિદ્યાર્થી પાસે માફી મંગાવી હતી. વિદ્યાર્થીએ માફી માંગતા તેને ચાંદખેડા ખાતે આવેલા એક તબેલામાં લઈ ગયા હતા. જ્યાં વિદ્યાર્થીના મોઢા પર ગોબર લગાવી તેને ચપ્પલથી માર મારતો વીડિયો પણ ઉતાર્યો હતો. તેને ફરીથી ગાાડીમાં બેસાડીને જગતપુર ખાતે આવેલી ગ્રીન ગેલેસ સોસાયટીમાં લઈ ગયા હતા. જ્યાં કોમન પ્લોટમાં ગાળો બાલીને તેની પાસે ઉઠક બેઠક કરાવી હતી.

ઇસકો જાનસે માર દેતા પર છોટા હૈ ઇસ લીયે છોડ રહા હું
બાદમાં રજત વિદ્યાર્થીને એક ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે બાથરૂમ સાફ કરાવી માર માર્યો હતો. વિદ્યાર્થી બેભાન થઈ જતા રજતે તેના મોઢા ઉપર પેશાબ પણ કર્યો હતો. વિદ્યાર્થીએ રજતને છોડી દેવા માટે આજીજી પણ કરી હતી. જેથી તેને થારમાં બેસાડી તેના ઘર પાસે મુકી ગયો હતો. વિદ્યાર્થીની માતાને પણ રજતે ધમકી આપી હતી કે, ઇસકો જાનસે માર દેતા પર છોટા હૈ ઇસ લીયે છોડ રહા હું. મેં હરિયાણા કા જાટ હું. મેરી બડી પહોંચ હૈ, યહાં મેરા પોલીસ મેરા કુછ નહીં બીગાડ પાયેગી, પોલીસ મેરે જેબ મેં રહેતી હૈ. રજતે વિદ્યાર્થીની તેની માતા સામે પણ ઉઠક બેઠક કરાવી ઇન્સ્ટાગ્રામ આઇડી ખોલાવ્યું હતું. ત્યાર બાદ રજત તેના મિત્રો સાથે જતો રહેતાં અંતે વિદ્યાર્થીને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ સાબરમતી પોલીસે રજત સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી કરોડોની ઠગાઈ

Back to top button