ગરમીમાં કયા લોકોએ ઠંડા પાણીથી ન નહાવું જોઈએ?
- શિયાળામાં લોકો ઠંડા પાણીથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ગરમીમાં લોકો ઠંડુ પાણી પસંદ કરે છે. જોકે હાર્ટ પેશન્ટે ઠંડા પાણીથી નહાવાનું ટાળવું જોઈએ
દરેક વ્યક્તિને ઉનાળામાં ઠંડા પાણીથી નહાવાનું પસંદ હોય છે. ઠંડા પાણીથી સ્નાન કરવાની સાથે જ શરીરમાં તાજગી અનુભવાય છે અને દરેક વ્યક્તિ નવી ઉર્જા સાથે ફરીથી કામ કરવા લાગે છે. આમ તો ઠંડુ પાણી હેલ્થ માટે ફાયદાકારક છે, પરંતુ જ્યારે હ્રદયની બીમારીની વાત આવે ત્યારે આવા લોકોએ ઠંડા પાણીથી નહાવાનું ટાળવું જોઈએ. શિયાળામાં લોકો ઠંડા પાણીથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ગરમીમાં લોકો ઠંડુ પાણી પસંદ કરે છે. જોકે હાર્ટ પેશન્ટે ઠંડા પાણીથી નહાવાનું ટાળવું જોઈએ. તેના બદલે નળમાંથી આવતું સામાન્ય પાણી અથવા નવશેકું પાણી નહાવા માટે સારો વિકલ્પ હોઈ શકે છે.
ઠંડા પાણીથી સ્નાન કેમ ન કરવું?
ઠંડા પાણીથી સ્નાન હાર્ટ પેશન્ટ એટલે કે હૃદયની બીમારીથી પીડાતા લોકો માટે ખતરનાક બની શકે છે ઠંડા પાણીથી નહાવાથી હૃદયના ધબકારા અને શરીરના બ્લડપ્રેશરમાં અચાનક વધારો થઈ શકે છે. આ કારણે હૃદયને પંપ કરવા માટે વધુ પ્રેશર લગાવવું પડે છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ચક્કર આવવા, અનિયમિત ધબકારા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, ઠંડા પાણીથી નહાવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે.
હાર્ટ પેશન્ટ રાખે આટલું ધ્યાન
ઉનાળામાં પણ હાર્ટ પેશન્ટે હુંફાળા અથવા ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. જો તમે ઠંડા પાણીથી નહાતા હોવ તો ધીમે-ધીમે ઠંડા પાણીનો ઉપયોગ કરો અને વધુ સમય સુધી ઠંડા પાણીમાં ન રહો. સ્નાન કર્યા પછી તરત જ તમારી જાતને સૂકવી લો. એ વાતનું પણ ધ્યાન રાખો કે ગરમ પાણીથી માથું ન ધુઓ. જો તમને કોઈ હેલ્થ ઈશ્યુ હોય તો ઠંડા પાણીથી નહાતા પહેલા ડોક્ટરની સલાહ લો.
આ પણ વાંચોઃ ભાઈની મહેનતને સલામ! લોકોને ઝૂલા ઝૂલાવતા વ્યક્તિનો વીડિયો જોઈને તમે પણ કરવા લાગશો વખાણ