8 જૂને મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લઈ શકે છે: સુત્ર
- 2014 પછી પહેલીવાર ભાજપ 272ના જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. દરમિયાન, NDA સરકારની રચનાને લઈને બુધવારે (5 જૂન) દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે
દિલ્હી, 05 જૂન: બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની આજે બુધવારે (5 જૂન, 2024)ના રોજ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિ મુર્મુને સોંપી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે NDA સાંસદોની બેઠક શુક્રવારે (7 જૂન, 2024) બપોરે 2.30 વાગ્યે સંસદભવનમાં યોજાશે. આ બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના વિવિધ પક્ષોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને પ્રમુખો હાજર રહેશે. બીજા દિવસે એટલે કે 8 જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમ સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે થઈ શકે છે.
- અપડેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી
Prime Minister @narendramodi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. The Prime Minister tendered his resignation along with the Union Council of Ministers. The President accepted the resignation and requested the Prime Minister and the Union Council of Ministers… pic.twitter.com/1ZeSwQFU1y
— President of India (@rashtrapatibhvn) June 5, 2024
બીજેપીને રહેવું પડશે અન્ય પક્ષો પર નિર્ભર
રાજકીય વર્તુળોમાં એવી અટકળો છે કે આ વખતે નવી સરકારનો ચહેરો બદલાઈ શકે છે કારણ કે 2014 પછી પહેલીવાર ભાજપ 272ના જાદુઈ બહુમતીના આંકડાથી પાછળ રહી ગઈ છે. આ કારણોસર ભાજપે એનડીએમાં સામેલ અન્ય પક્ષો પર નિર્ભર રહેવું પડશે.
NDA ગઠબંધનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી?
ભાજપે 240 બેઠકો જીતી છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ 16, જેડીયુ 12, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાને 7 અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 5 બેઠકો પર જીત મેળવી છે. તેઓ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે.
જેડીયુ અને ટીડીપી NDAની સાથે જ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ નેતૃત્વએ ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશ કુમારનો સંપર્ક કર્યો છે. જોકે, જેડીયુ અને ટીડીપીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ એનડીએમાં જ રહેશે.
ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં કહ્યું, “ચિંતા કરશો નહીં. તમને સમાચાર જોઈએ છે. મેં આ દેશમાં ઘણા રાજકીય ફેરફારો જોયા છે, પરંતુ હું એનડીએમાં જ રહીશ. હું એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યો છું.’
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: સીએમ એકનાથ શિંદેની શિવસેનાના કેટલાક સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં