ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

વલસાડ અને નવસારીમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક થતાં અસહ્ય ગરમીથી રાહત

સુરત, 5 મે 2024, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સુરતના બારડોલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી છે. સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો. વલસાડ જિલ્લાના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાળા, કોસંબા, ભાગદાખુર્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસા અંગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે. ત્યારે કેટલાક વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. તો આજે સવારેથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

વાતાવરણના ફેરફારને કારણે ઉકળાટનું પ્રમાણ વધ્યું
વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદી ઝાંપટાં પડ્યાં હતાં. ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો. ગરમીને લઈને સમગ્ર જિલ્લામાં ઉકળાટની સ્થિતિ છે.નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે સવારે અચાનક પલટો આવ્યો હતો. આ બદલાવની અસર ખાસ કરીને જિલ્લાની પૂર્વ પટ્ટીમાં જોવા મળી છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડ્યાં છે. ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. બીલીમોરા વિસ્તારમાં પણ ઝાંપટાં પડ્યાં છે, બીજી તરફ નવસારીના શહેરી વિસ્તારોમાં ઉકળાટની સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણના ફેરફારને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે, અને લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે.

8 જૂને ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી ચાર દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ 8 અને 9 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.

9 જૂને ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી
9 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયાં સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પવનની ગતિ પણ ઝડપી રહેશે. ગુજરાત પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વાતાવરણ યથાવત્ રહેશે. જ્યારે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસનુ પૂર્વાનુમાન છે.

આ પણ વાંચોઃગુજરાતમાં માવઠાથી પાક નુકસાનીનો સરવે પૂર્ણઃ અંદાજે 27.50 કરોડથી વધુ સહાય ચૂકવાશે

Back to top button