ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

CJI ચંદ્રચુડે Oxford યુનિવર્સિટીમાં કહ્યું, ‘જજ તરીકે રાજકીય દબાણનો સામનો કરવો…’

  • ન્યાયાધીશો બંધારણીય મૂલ્યોને જાળવી રાખવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે: DY ચંદ્રચૂડ 

ઓક્સફર્ડ/લંડન, 5 જૂન: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે મંગળવારે ઓક્સફર્ડ યુનિયન સોસાયટી(Oxford University)માં સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, “જજ તરીકેના મારા 24 વર્ષ દરમિયાન મેં ક્યારેય કોઈ રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો નથી.” CJI ચંદ્રચુડ પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સમાજમાં ન્યાયાધીશોની માનવીય ભૂમિકા પર બોલતાં કહ્યું હતું કે, “ચૂંટણી એ બંધારણીય લોકશાહીનો મૂળ આધાર છે, ભારતમાં ન્યાયાધીશોની પસંદગી થતી નથી. ન્યાયાધીશો બંધારણીય મૂલ્યોને જાળવી રાખવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે સિસ્ટમનું રક્ષણ કરે છે.” આ દરમિયાન, તેમણે ન્યાયિક પ્રણાલીમાં વધુ પારદર્શિતા લાવવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

 

ચૂંટણી એ બંધારણીય લોકશાહીનો મૂળ પાયો છે: CJI

સોશિયલ મીડિયા પર ન્યાયાધીશો વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક “અન્યાયી” ટીકાઓને પ્રકાશિત કરતા, ભારતના મુખ્ય ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તકનીકીની એકંદર અસર ન્યાયતંત્રને સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચવામાં મદદ કરે છે.” ભારતની સામાન્ય ચૂંટણીઓ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “ચૂંટણીએ બંધારણીય લોકશાહીનો મૂળ પાયો છે. ભારતમાં, ન્યાયાધીશોની પસંદગી થતી નથી અને તેનું એક કારણ એ છે કે ન્યાયાધીશો સંજોગો અને બંધારણીય મૂલ્યોની સાતત્યની ભાવના દર્શાવે છે.

લોકશાહીમાં ન્યાયતંત્રની મહત્ત્વની ભૂમિકા: મુખ્ય ન્યાયાધીશ 

CJI ચંદ્રચુડે કહ્યું કે, “લોકશાહીમાં ન્યાયતંત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે, જેમાં આપણે પરંપરાની ભાવનાને પ્રતિબિંબિત કરીએ છીએ અને એક સારા સમાજનું ભવિષ્ય કેવું હોવું જોઈએ તે ભાવનાને પણ પ્રતિબિંબિત કરીએ છીએ. જજ તરીકેના મારા 24 વર્ષ દરમિયાન, મેં ક્યારેય કોઈ “રાજકીય દબાણ” નો સામનો કર્યો નથી. અમારું જીવન સરકારની રાજકીય શાખાથી સંપૂર્ણપણે અલગ છે, પરંતુ સ્પષ્ટપણે ન્યાયાધીશોએ વ્યાપક રાજકારણ પર તેમના નિર્ણયોની અસરથી પરિચિત હોવું જોઈએ. જે કોઈ રાજકીય દબાણ નથી, પરંતુ કોર્ટના કોઈપણ નિર્ણયની સંભવિત અસરની સમજ છે.”

વિદ્યાર્થીઓના પ્રશ્નોના આપ્યા જવાબ 

વિદ્યાર્થીઓએ CJI ચંદ્રચુડને સ્પેશિયલ મેરેજ એક્ટ પર ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે પ્રશ્નો પૂછ્યા, જેણે ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા સામે ચુકાદો આપ્યો હતો. જેના પર CJI ચંદ્રચુડે કહ્યું કે, “હું અહીં ચુકાદાનો બચાવ કરીશ નહીં, કારણ કે ન્યાયાધીશ તરીકે હું માનું છું કે એકવાર ચુકાદો સંભળાવવામાં આવે છે, તે માત્ર દેશની જ નહીં પરંતુ વૈશ્વિક માનવતાની મૂડી બની જાય છે.”

આ પણ જુઓ: પાકિસ્તાની ખેલાડીઓની પૈસા કમાવાની લાલચના નવા કારનામા પર રાશીદ લતીફ ધૂવાંપૂવાં

Back to top button