ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં વધુ એક બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ: ફાયર વિભાગની 16 ગાડીઓ ઘટનાસ્થળે

Text To Speech
    • બાળકોની હોસ્પિટલના બિલ્ડિંગમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા

નવી દિલ્હી, 5 જૂન: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાજપત નગરમાં આજે બુધવારે વધુ એક બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બહાર આવી છે. આ વિસ્તારની આઇ-7 હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ પછી આગને બુઝાવવા માટે દિલ્હી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગની ઘટનાની માહિતી મળ્યા પછી, દિલ્હી ફાયર સર્વિસે લગભગ 16 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલી હતી. આગ એટલી ભયાનક હતી કે, બિલ્ડિંગમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

 

આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી

તાજેતરમાં, આવી જ એક ઘટનામાં, દિલ્હીની ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ભીષણ આગમાં ઓછામાં ઓછા સાત નવજાતનાં મૃત્યુ થયાં હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાંથી કુલ 12 નવજાત બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, એવું બહાર આવ્યું  કે હોસ્પિટલ થોડા વર્ષો પહેલા પણ વિવાદોમાં રહી હતી. હોસ્પિટલના માલિક ડૉ.નવીન ખીચી પર નવજાત બાળકને સારવાર દરમિયાન હેરાન કરવાનો આરોપ હતો. હોસ્પિટલ રજીસ્ટર્ડ હોવાનું પણ બહાર આવ્યું હતું.

આ પણ જુઓ: કચ્છમાં ઇકો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 6 લોકોના મૃત્યુ

Back to top button