ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલમીડિયા

અયોધ્યામાં ભાજપને મળેલી હાર પર મહંત રાજૂદાસે આપ્યું નિવેદન, કહ્યું…

Text To Speech
  • હનુમાન ગઢીના મહંત રાજુદાસે અયોધ્યામાં ભાજપની હારને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. તેમણે ભાજપની હાર માટે અયોધ્યાની જનતાની ટીકા કરી છે

અયોધ્યા, 05 જૂન: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીમાં આ ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ રામ મંદિરના મુદ્દે સત્તામાં આવી, પરંતુ અયોધ્યા બેઠક પરથી ચૂંટણી હારી ગઈ. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ 54567 મતોથી જીત્યા છે. તેમને કુલ 5,54,289 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 4,99,722 વોટ મળ્યા હતા. બીએસપીના સચ્ચિદાનંદ પાંડે ત્રીજા ક્રમે રહ્યા, તેમને 46,407 વોટ મળ્યા હતા.

મહંત રાજુદાસે શું કહ્યું?

હનુમાન ગઢીના મહંત રાજુદાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે અને કહ્યું છે કે, ‘સારું છે કે રામાયણમાં રામજીએ રાવણ સામે લડવા માટે માત્ર વાનર અને રીંછ લીધા હતા! જો તેઓ અયોધ્યાના લોકોને લઈ ગયા હોત, તો તેઓ લંકાનું સોનું મેળવવા માટે રાવણ સાથે સમાધાન કરી લોત.

 

અખિલેશ યાદવની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ!

સપા પ્રમુખ અખિલેશ યાદવે અયોધ્યામાં સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદની જીતની આગાહી પહેલા જ કરી દીધી હતી. અખિલેશે ચૂંટણી પ્રચાર દરમિયાન જ કહ્યું હતું કે સપાના ઉમેદવાર (અવધેશ પ્રસાદ) હવે ધારાસભ્યમાંથી સાંસદ બનવા જઈ રહ્યા છે.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાસ્તવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ અવધેશ પ્રસાદના પક્ષમાં પ્રચાર કરવા અયોધ્યા ગયા હતા. આ દરમિયાન તેમની નજર સ્ટેજ પરથી અવધેશ પ્રસાદ પર પડી અને તેમને પૂર્વ ધારાસભ્ય કહ્યા. જો કે, બાદમાં અખિલેશે તેમની ચિંતા દૂર કરી અને કહ્યું કે પૂર્વ ધારાસભ્ય એટલા માટે કહ્યું કે તમે હવે ધારાસભ્ય નહીં રહો, હવે તમે સાંસદ બનવાના છો.

આ પણ વાંચો: ચૂંટણી પરિણામો જોઈ અયોધ્યાવાસીઓ પર ભડકેલા સોનુ નિગમને લોકોએ આપ્યો વળતો જવાબ

Back to top button