ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનની સૌથી યુવા સાંસદ બની સંજના જાટવ: જીત બાદ કરેલા ડાન્સનો વીડિયો વાયરલ

  • 25 વર્ષની ઉંમરે ભરતપુર બેઠક પરથી જીત મેળવીને સંજના જાટવ બન્યા રાજ્યના સૌથી યુવા સાંસદ 

ભરતપુર, 5 જૂન: રાજસ્થાનના ભરતપુરથી જીતેલી રાજ્યની સૌથી યુવા ઉમેદવાર માત્ર 25 વર્ષની સંજના જાટવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંજના જાટવ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા બાદ સમર્થકો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેમના કાર્યકરોએ પણ જોરશોરથી ઉજવણી કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. જ્યારે સંજના જાટવ ડાન્સ કરી રહી છે ત્યારે તેના કેમ્પેનનું એક ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે જેના પર બધા ડાન્સ કરતા જોવા મળે છે.

 

સંજના જાટવે 51 હજારથી વધુ વોટથી જીત મેળવી 

હવે જો ભરતપુર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંથી સંજના જાટવ 51983 વોટથી જીત્યા છે. તેમણે આ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોલીને હરાવ્યા છે. જ્યારે ચૂંટણીમાં વિજેતા બનેલા સંજના જાટવને 579890 અને રામસ્વરૂપ કોલીને 527907 મત મળ્યા હતા. બસપાએ આ બેઠક પરથી મહિલા ઉમેદવાર અંજીલા જાટવને પણ મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. અંજીલા જાટવને દસ હજારથી ઓછા મત મળ્યા હતા. તેમને કુલ 9508 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.

જુઓ વીડિયો પણ થઈ રહ્યો છે વાયરલ, જુઓ 

 

રાજસ્થાનમાં કોની પાસે કેટલી સીટો છે?

આ વખતે ભરતપુર લોકસભા બેઠક પર કુલ 6 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, જેમાં ત્રણ અપક્ષો મેદાનમાં ઉતાર્યા હતા. ભરતપુરમાં NOTAને 5443 મત મળ્યા. જો રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકોના ચૂંટણી પરિણામોની વાત કરવામાં આવે તો રાજ્યમાં સત્તારૂઢ ભાજપે 14 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળી છે. સીપીઆઈએમને એક સીટ, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ 1 અને ભારત આદિવાસી પાર્ટીએ 1 સીટ જીતી છે.

આ પણ જુઓ: ચૂંટણી પરિણામો જોઈ અયોધ્યાવાસીઓ પર ભડકેલા સોનુ નિગમને લોકોએ આપ્યો વળતો જવાબ

Back to top button