ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદની સિવિલ હોસ્પિટલને સાડા 3 વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું

  • અત્યારસુધી 143 લોકોના અંગદાનથી 439ને નવજીવન મળ્યું
  • મહત્તમ લોકોમાં અંગદાનને લઈ જાગૃતતા આવી
  • હાલ અંગદાનમાં લીવર,બે કીડની તથા હૃદય કુલ 4 અંગોનું દાન મળ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલને સાડા 3 વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું છે. જેમાં અમદાવાદ સિવિલમાં આજે 155મું અંગદાન થયુ છે. અંગદાનમાં લીવર, બે કિડની, હૃદય સહિત 4 અંગનું દાન કરાયું છે. મહત્તમ લોકોમાં અંગદાનને લઈ જાગૃતતા આવી છે. અંગદાનમાં લીવર,બે કીડની તથા હૃદય કુલ 4અંગોનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ કહી શકાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી કરોડોની ઠગાઈ

કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદના છત્રાલમાં રહેતા 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર 1 જૂનના રોજ પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેમને પ્રથમ પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઉપેન્દ્રસિંહના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશું.

અત્યારસુધી 143 લોકોના અંગદાનથી 439ને નવજીવન મળ્યું

સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભાયેલા અંગદાન મહાદાનથી અત્યારસુધીમાં કુલ 155 અંગદાતાઓ થકી કુલ 501 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 485 વ્યક્તિઓને જીવનદાન મળ્યુ છે. ગુજરાતના જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો સુરતમાંથી સૌથી વધુ 652, અમદાવાદમાંથી 205, વડોદરામાંથી 143, નર્મદામાંથી 135 અને ભાવનગરમાંથી 107 દ્વારા મૃત્યુ બાદ સ્વૈચ્છિક અંગદાન માટે સંમતિ આપી છે. ગુજરાતમાં મૃત્યુ બાદ અંગદાન અંગે જાગૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ડિસેમ્બર 2020 બાદ બ્રેઇનડેડ દર્દીના અંગદાનનો પ્રારંભ થયો હતો. જેમાં અત્યારસુધી 143 લોકોના અંગદાનથી 439ને નવજીવન મળ્યું છે.

Back to top button