ટોપ ન્યૂઝનેશનલ

ચીફ જસ્ટિસે મીડિયા પર કર્યા પ્રહાર,પ્રિન્ટ મીડિયામાં હજુ પણ અમુક અંશે જવાબદારી છે, પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયા…

Text To Speech

ચીફ જસ્ટિસ (Chief Justice Of India) એનવી રમના ઝારખંડની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ચીફ જસ્ટિસે પોતાના સંબોધન દરમિયાન મીડિયાની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, અમે જોઈ રહ્યા છીએ કે મીડિયા મનસ્વી અદાલતો ચલાવી રહ્યું છે. આ કારણે ક્યારેક અનુભવી ન્યાયાધીશોને પણ સાચા-ખોટાનો નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. ઘણા ન્યાયિક મુદ્દાઓ પર ખોટી માહિતી અને એજન્ડા ચલાવવાથી લોકશાહી માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.

વાસ્તવિકતા તરફ આંખ આડા કાન કરી શકતા નથી

CJIએ કહ્યું, અમે અમારી જવાબદારીઓથી ભાગી શકીએ નહીં. આ વલણ આપણને બે પગલાં પાછળ લઈ જઈ રહ્યું છે. પ્રિન્ટ મીડિયામાં હજુ પણ અમુક અંશે જવાબદારી છે, પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ જવાબદારી હોય તવું નથી લાગી રહ્યું. અમે જોઈએ છીએ કે કોઈપણ કેસ બાબતે મીડિયા ટ્રાયલ શરૂ થાય છે. ઘણી વખત અનુભવી ન્યાયાધીશો માટે નક્કી કરવું પણ મુશ્કેલ બની જાય છે. ન્યાય વિતરણ સંબંધિત મુદ્દાઓ પર ખોટી માહિતી અને એજન્ડા આધારિત ચર્ચા લોકશાહી માટે હાનિકારક સાબિત થાય છે.

જજને રાજકારણીઓ જેટલી જ સુરક્ષા મળવી જોઈએ

ચીફ જસ્ટિસે કહ્યું કે, રાજકારણીઓ, નોકરિયાતો, પોલીસ અધિકારીઓને નિવૃત્તિ પછી પણ ઘણીવાર સુરક્ષા આપવામાં આવે છે. વિડંબના એ છે કે ન્યાયાધીશોને તેમના જેવી સુરક્ષા મળતી નથી. તાજેતરના સમયમાં, ન્યાયાધીશો પર શારીરિક હુમલાઓ વધી રહ્યા છે. ન્યાયાધીશોએ એ જ સમાજમાં રક્ષણ વિના જીવવું પડે છે જેમાં તેમના દ્વારા દોષિત ઠરેલા લોકો રહે છે.

સામાજિક મુદ્દાઓથી મોં ફેરવી શકાતું નથી

તેમણે વધુમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં ન્યાયતંત્ર સામે સૌથી મોટા પડકારોમાંથી એક નિર્ણય માટે મુદ્દાઓને પ્રાધાન્યતા આપવાનો છે. ન્યાયાધીશો સામાજિક વાસ્તવિકતાઓ તરફ આંખ આડા કાન કરી શકતા નથી. સિસ્ટમ ટાળી શકાય એવા સંઘર્ષો અને બોજથી બચવા માટે ન્યાયાધીશે દબાણયુક્ત કેસોને પ્રાથમિકતા આપવી પડશે. હાલમાં જ જસ્ટિસ એન.વી. રમનાએ 24 એપ્રિલ 2021ના ​​રોજ ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ આગામી 26 ઓગસ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે.

Back to top button