ચૂંટણી પરિણામ: લખનઉમાં સપા અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ, એક યુવક ઘાયલ
- ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો માટે ચાલી રહેલી મત ગણતરીમાં સપા અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપને ભારે પડી શકે છે. આ દરમિયાન લખનઉમાં સપા અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર છે
લખનઉ, 4 જૂન: લોકસભા ચૂંટણી 2024 માટે મત ગણતરી ચાલુ છે. આ ચૂંટણી માટે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ભાજપને ટક્કર આપતું જોવા મળી રહ્યું છે અને ઘણી બેઠકો પર આગળ ચાલી રહી છે. જો કે, આ દરમિયાન રાજ્યની રાજધાની લખનઉમાં મત ગણતરી દરમિયાન ભાજપ અને સમાજવાદી પાર્ટીના કાર્યકરો વચ્ચે મોટી અથડામણ જોવા મળી હતી. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.
અથડામણ કેમ થઈ?
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર લખનઉમાં ચૂંટણી માટે નક્કી કરાયેલા મતગણતરી સ્થળની નજીક સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ અથડામણ લોકસભા ચૂંટણીના વલણોને લઈને ચર્ચા બાદ થઈ હતી. સપા અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણમાં એક યુવક ઘાયલ થયો છે.
लखनऊ रमाबाई अंबेडकर मतगणना स्थल के बाहर भाजपा कार्यकर्ता और समाजवादी पार्टी कार्यकर्ता में कहासुनी के बाद जमकर हुई मारपीट।
मारपीट में समाजवादी पार्टी के कार्यकर्ता का सर फटा। पुलिस मौक़े पर pic.twitter.com/4RUNy03aHQ— Mamta Tripathi (@MamtaTripathi80) June 4, 2024
કયો પક્ષ કેટલે ચાલી રહ્યો છે?
ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો માટે ચાલી રહેલી મત ગણતરીમાં સપા અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપથી આગળ ચાલી રહ્યું છે. તાજેતરના આંકડાઓ અનુસાર, રાજ્યમાં સપા 35 બેઠકો પર આગળ છે. ભાજપ 34 સીટો પર, કોંગ્રેસ 7 અને આરએલડી 2 સીટો પર લીડ ધરાવે છે. આ સિવાય અન્ય બે બેઠકો અન્ય પક્ષ લીડ ધરાવે છે.
આ પણ વાંચો: ભાજપ અને એનડીએની 400 પારની ગણતરી ક્યાં-ક્યાં ખોટી પડી?