ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
ચૂંટણીપંચની વેબસાઈટ ઉપર 135 બેઠકનું વલણ જાહેર, જોણો શું છે સ્થિતિ?
નવી દિલ્હી, 4 જૂન, 2024: દેશની 18મી લોકસભા માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરીને એક કલાક થઈ ગયો છે. આ દરમિયાન વિવિધ ખાનગી ચેનલો ઉપર તો એનડીએને બહુમતી મળી ગઈ છે, પરંતુ ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઈટ ઉપર નવ વાગ્યા સુધીમાં લોકસભાની 135 બેઠકના વલણ જાહેર કરવામાં આવ્યા છે.
આ વલણો અનુસાર મતગણતરીને પ્રથમ કલાકમાં એનડીએ ગઠબંધન 135માંથી 76 બેઠક ઉપર આગળ છે. જ્યારે 25 બેઠક ઉપર ઈન્ડી ગઠબંધન આગળ ચાલે છે. નવી લોકસભા માટે એપ્રિલ અને મે-2024માં સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે ચોથી જૂને જાહેર થઈ રહ્યા છે. આ અગાઉ પહેલી જૂને છેલ્લા તબક્કાના મતદાન બાદ જારી થયેલા એક્ઝિટ પોલમાં વર્તમાન નરેન્દ્ર મોદી સરકારને બે તૃતિયાંશ બહુમતી મળશે તેવી ધારણા કરવામાં આવી હતી. જોકે, એ ધારણાનું સાચું પરિણામ આજે સાંજ સુધીમાં જોવા મળશે.