ગુજરાત: ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે હાર સ્વીકારી ?
- ગાંધીનગર લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા
- પ્રથમ એક કલાક પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઇ
- ભાજપનો 10 લાખનો ટાર્ગેટ પુરો થશે: કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ
ગાંધીનગર લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપનો 10 લાખનો ટાર્ગેટ પુરો થશે. ત્યારે ગાંધીનગર લોકસભામાં પ્રથમ એક કલાક પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઇ છે. સમગ્ર દેશમાં આજે ઉત્સાહનો માહોલ છે અને આજે લોકસભાના પરિણામ ટૂંક સમયમાં નક્કી થશે ત્યારે ગાંધીનગરથી કોગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે પરિણામ પહેલા હાર સ્વીકારી છે,તેમનું કહેવુ છે કે ભાજપનો 10 લાખનો ટાર્ગેટ પુરો થશે.
આ પણ વાંચો: ગુજરાત: રનરઅપ ઉમેદવારો ધારાસભા દીઠ 5 ટકા ઇવીએમ-વીવીપેટની ચકાસણી કરાવી શકશે
પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ થઇ છે
પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ થઇ છે. કુલ 8600 પોસ્ટલ બેલેટની મત ગણતરી થઇ રહી છે. જેમાં 8695 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. ગાંધીનગર લોકસભાની બેઠકમાં પ્રથમ એક કલાક પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ છે. સોનલ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ કોંગ્રેસ મહિલા પ્રમુખનું પદ સંભાળી ચૂકયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પણ તેઓ લડી ચુક્યા છે. તેમનું કાર્યક્ષેત્ર નારણપુરામાં રહેલુ છે. અત્યારે મહારાષ્ટ્રના પ્રભારી તરીકે સોનલ પટેલ કામ કરી રહ્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે.
સોનલ પટેલ અમિત શાહ સામે કેટલી ટક્કર લઈ શકે તે ચૂંટણી પરિણામો જ બતાવશે
સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે.સોનલ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સામે કેટલી ટક્કર લઈ શકે તે ચૂંટણી પરિણામો જ બતાવશે. ગુજરાત વિધાનસભા 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વીજાપુરનો સમાવેશ થાય છે.