ગુજરાતટ્રેન્ડિંગ

લમ્પી વાયરસ સામે પશુધનને બચાવવા આયુર્વેદિક નુસખો છે ખૂબ જ સરળ, સરળતાથી રાહત

Text To Speech

હાલમાં રાજ્યમાં ઘણાં જિલ્લાઓમાં પ્રથમવાર પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. લમ્પી વાયરસમાં પશુઓના મૃત્યુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પરંતુ લમ્પી વાયરસમાં સપડાયેલા પશુઓ તરવાઈ જાય છે. ત્યારે ડીસાના વૈદ્ય જીતુભાઈ પટેલ લમ્પી વાયરસ માટે આયુર્વેદિક ઉપચાર અંગે મહત્વની જાણકારી આપી છે.

વૈદ્ય જીતુભાઈ પટેલ
વૈદ્ય જીતુભાઈ પટેલ

વૈદ્યરત્ન જીતુભાઇએ જણાવ્યું કે,લીમડાનો ગળો, ભોયઆંબલી, કરીયાતું અને નગોડ ત્રણેય વસ્તુઓ 20 થી 25 ગ્રામ જેટલી સરખા ભાગે લઈ તેનો ઉકાળો તૈયાર કરવો જોઈએ. અને તૈયાર થયેલો આ ઉકાળો પશુઓને સવાર સાંજ બે સમયે સાત દિવસ સુધી પીવડાવવો જોઈએ. આ એક એન્ટિવાયરલ ઉપચાર છે. જેનાથી પશુઓને રાહત થઈ શકે છે. તેમજ જો તેને લક્ષણો પણ હશે તો તેમાં પણ રાહત મળશે.

પશુઓને અલગ રાખવાથી વાયરસથી બચાવી શકાય

સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. કે. જી. બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું કે, લમ્પી વાઇરસ માખી, મચ્છર અને ઇતરડીથી ફેલાય છે તેને પ્રસરતો અટકાવવા જે પણ પશુઓ વાઇરસ અસરગ્રસ્ત છે તેને બીજા પશુઓથી અલગ રાખવા જોઇએ. પશુઓને દૂષિત પાણી અને ખોરાક ન આપવા તથા નાના બચ્ચાઓ અને ગાભણ પશુઓની ખાસ કાળજી રાખવી. બનાસકાંઠા જિલ્લામાં પશુઓ ધણના સ્વરૂપે છુટા ચરવા જવાના બદલે પશુપાલકોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેથી આ વાઇરસ ઝડપથી ફેલાવાની શક્યતા ઓછી છે. બહારથી લાવવામાં આવતા પશુઓનું મોનીટરીંગ રાખી તેમને અલગ રાખવામાં આવે તે જરૂરી છે.

lampi virus Banskantha

અન્ય સરળ ઉપચાર

લમ્પી વાઇરસના લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે. આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, 10 ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે. મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે.

આ પણ વાંચો : લમ્પી વાયરસની કહેર વચ્ચે બનાસકાંઠાની અમીરગઢ, ખોડા બોર્ડર સીલ કરાઇ, તંત્રએ ભર્યા કડક પગલાં

પશુને સારવાર આપતી વખતે હાથ પોટેશિયમ પરમેગ્નેટથી સારી રીતે ધોવા જોઇએ જેથી બીજા પશુઓમાં ચેપ ફેલાય નહીં. પશુઓને ઉકરડાથી દૂર રાખી સાંજના સમયે રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને પ્રસરતો અટકાવી શકાય.

Back to top button