અમદાવાદગુજરાત

અમદાવાદમાં રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે AMC AC AMTS બસો દોડાવશે

Text To Speech

અમદાવાદ, 03 જૂન 2024, શહેરમાં મુસાફરો માટે ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. હવે AMC દ્વારા સાબરમતિ રિવરફ્રન્ટ રોડ પર AMTS બસ દોડાવવા માટે નિર્ણય લેવાયો છે. રિવરફ્રન્ટ પર હવેથી વાસણા બસ ટર્મિનસથી લઈ વાડજ બસ ટર્મિનસ સુધી કુલ 10 જેટલી બસો દોડાવાશે.બસ વાસણા ટર્મિનસથી ઉપડી ચંદ્રનગર થી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરશે અને વાડજ સ્મશાન પાસેથી બહાર નીકળી વાડજ ટર્મિનસ સુધી જશે. વિશ્વ પર્યાવરણ દિવસે જે ઈલેક્ટ્રીક એસી બસને લીલી ઝંડી આપવામાં આવનારી છે તે બસો આ રિવરફ્રન્ટ રૂટ ઉપર દોડશે.

AMTSની ઈલેક્ટ્રીક AC બસોને લીલીઝંડી અપાશે
AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણના દિવસે AMTSની ઈલેક્ટ્રીક AC બસોને લીલીઝંડી આપવામાં આવનાર છે. તેમાંથી 10 બસો હવે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ ઉપર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જે મુલાકાતીઓ આવે છે. તેઓને બસની સુવિધા મળી રહે તેના માટે થઈ આ રૂટ પસંદ કરવામાં આવ્યો છે. વાસણાથી વાડજ સુધીનો રુટ લેવામાં આવ્યો છે.

કાંકરિયાના બાલવાટિકા બંધ થશે
શહેરના ફરવાલાયક સ્થળ એવા કાંકરિયા પરિસરમાં આવેલુ બાલવાટિકા આગામી બુધવારથી નાગરિકો માટે બંધ કરવામાં આવશે. કાંકરિયાના બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવનાર છે. જે કામગીરી પાંચ જૂનથી શરૂ થવાની હોવાથી સમગ્ર બાલવાટિકા ત્યાં સુધી નવીનીકરણ ન કરવામાં આવે ત્યાં સુધી બંધ રાખવા અંગેનું નિર્ણય કાંકરિયા લેકફ્ર્ન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. બાલવાટિકાનું નવીનીકરણ થયા બાદ અવનવી રમતો અને આકર્ષણો નાગરિકોને મળશે. છ મહિનાથી વધુ સમય માટે બાલવાટિકા બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃઅમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રિવરફ્રન્ટ, જાણો AMCને કેટલી થઇ આવક

Back to top button