ગુજરાત મા વરસાદ માટે હવામાન વિભાગની આગાહ કરી છે. જેના હિસાબે રાજ્યમાં આજથી વધશે વરસાદનું જોર ફરી એક વાર વધતું જોવા મળશે. તેમજ આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 26 જુલાઈથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
રાજ્યમાં હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.આગાહી પ્રમાણે રાજ્યના કચ્છ,બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેને લઈને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત પાટણ,મેહસાણા,ગાંધીનગર, અરવલી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે બીજી તરફ જામનગર,રાજકોટ,બોટાદ,અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દ્વારકા,મોરબી,પોરબંદર, આણંદ, વલસાડ અને અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે.
આજથી 25 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયેલો રહેશે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેને જોતાં કેટલાંક જિલ્લામાં તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
જ્યારે આજે રાજ્યમાં કેટલાંક દિવસના વિરામ બાદ આજે અમદાવાદ સહીત સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઇ છે. હવામાન ખાતે 23, 24 અને 25 જુલાઈના રોજ રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી. જેને પગલે, આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી વાદળો છવાયા હતા તો ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ વરસ્યો હતો.