રાજસ્થાનમાં બે સાધુની હત્યા, હત્યારા અને કારણ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં
રાજસ્થાન, 03 જૂન: રાજસ્થાનના ઝુનઝુનુમાં બે સાધુઓની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. રવિવારે કેટલાક હુમલાખોરોએ બંને સાધુઓને ઢોર માર મારતા બંનેના મૃત્યુ થયા હતા ત્યાર બાદ હત્યારાઓ મૃતદેહ ખેતરમાં ફેંકીને ભાગી ગયા હતા. પોલીસ હત્યારાઓની ઓળખ કરી રહી છે. ડીએસપી નુપારામ ભકડે કહ્યું, ‘રવિવારે સવારે ઝુંઝુનુના પચ્ચેરી કલાન ગામમાં અજાણ્યા મૃતદેહો મળી આવતા ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં તેમની ઓળખ બે સાધુઓ, ગિરી મહારાજ (45) અને તેમના સાથી ગૌતમ સિંહ (42) તરીકે થઈ હતી. જે હરિયાણાના ભિવાનીથી ઝુંઝુનુના ભોદન આશ્રમમાં આવ્યા હતા.
નિર્દયતાથી મારતા બંને સાધુઓના થયા મૃત્યુ
પોલીસના જણાવ્યા અનુસાર, ગિરી મહારાજનો શનિવારે રાત્રે કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. ડીસીપીએ કહ્યું, ‘આ દરમિયાન ગૌતમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે હુમલાખોરો તેને નિર્દયતાથી મારતા હતા.’ હુમલામાં બંને સાધુઓના મૃત્યુ થયા હતા.
મૃતદેહોને કારમાં લઈ જઈ ખેતરોમાં ફેંકી દીધા
ઘટના બાદ આરોપીઓ મૃતદેહોને કારમાં લઈ ગયા અને પછેરી કલાનના ખેતરોમાં ફેંકી દીધા હતા. ભકડે કહ્યું, ‘આ ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા હતા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. અમે કેટલાક લોકો અને કારની ઓળખ કરી છે. આ ઘટના બાદ તેઓ કદાચ હરિયાણા ભાગી ગયા હશે, પરંતુ અમે તેમને શોધી રહ્યા છીએ. અમને શંકા છે કે તેઓ ભિવાની સ્થિત આશ્રમના સભ્યો હતા જેઓ પીડિત સાથે કામ કરતા હતા.
ધરપકડ પછી જ હત્યાનું કારણ બહાર આવશે: પોલીસ
પોલીસે જણાવ્યું કે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ડીએસપીએ જણાવ્યું કે આરોપીઓની શોધ ચાલી રહી છે. ધરપકડ પછી જ હત્યાનું કારણ જાણી શકાશે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આરામ કરી રહેલા શ્રમિકને ઉઠાડવા તેના ઉપર પેશાબ કર્યો, મધ્યપ્રદેશ જેવી ઘટનાનું UPમાં પુનરાવર્તન