વિરાટ કોહલી માટે અમેરિકાએ ગોઠવી કડક સુરક્ષા, કોઈને ના ફરકવા દીધા નજીક, જૂઓ વીડિયો
- ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીનું ખુબજ મોટું નામ છે, ત્યારે વિરાટ અમેરિકા પહોંચ્યો ત્યારે અમેરિકાએ કોહલી માટે ખુબજ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, જેનો વીડિયો પણ પ્રકાશમાં આયો છે
અમેરિકા, 03 જૂન: T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ભારત પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ માટે ભારતીય ટીમ અમેરિકા પણ પહોંચી ગઈ છે. વિરાટ કોહલી પણ 31 મેના રોજ અમેરિકા પહોંચી ગયો છે. અમેરિકાએ ભારતીય ટીમની સુરક્ષામાં કોઈ કચાશ રાખી નથી. ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીનું ખુબજ મોટું નામ છે, ત્યારે વિરાટ અમેરિકા પહોંચ્યો ત્યારે અમેરિકાએ કોહલી માટે ખુબજ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી સ્ટેડિયમની અંદર જતો જોવા મળે છે. આ દરમિયાન વિરાટ સાથે ઘણા ગાર્ડ્સ છે. જે તેમને ચારે બાજુથી કડક સુરક્ષા આપી રહ્યા છે. આ સાથે જ કોઈને પણ વિરાટની આજુબાજુ ફરકવા પણ નથી દીધા. વિરાટના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. ઈન્સ્ટાગ્રામ પર વિરાટના 250 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
અહીં જૂઓ વીડિયો:
👑🏏📸#ViratKohli #T20WorldCup #T20WC24 pic.twitter.com/mByLeq0nps
— virat_kohli_18_club (@KohliSensation) June 1, 2024
વિરાટને IPL 2024 ફળી
વિરાટ કોહલીની વાત કરીએ તો આ સ્ટાર બેટ્સમેન માટે IPL 2024 જોરદાર રહી છે, આ સિઝનમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે. કોહલીએ સતત 6 મેચ જીતીને RCBને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ 15 મેચમાં સૌથી વધુ 741 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 5 અડધી સદી ફટકારી હતી. આ પહેલા તેણે 2016માં ઓરેન્જ કેપ પણ મેળવી હતી. તે T20 વર્લ્ડ કપમાં તેની શાનદાર બેટિંગ માટે પણ જાણીતો છે. તે 2022 સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
2022 ના T20 વર્લ્ડ કપની વાત કરીએ તો, વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 6 મેચમાં કુલ 296 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 96 હતો અને સરેરાશ 98.66ની આસપાસ હતી. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 4 ફિફ્ટી ફટકારી હતી.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં આ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ