ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉદ્ધવ ઠાકરે થોડા દિવસમાં જ મોદી સરકારમાં જોડાશે: જાણો કોણે કર્યો આવો દાવો અને કેમ?

Text To Speech
  • લોકસભા ચૂંટણી અંગેના ચૂંટણી પરિણામો બહાર આવે તે પહેલાના એક્ઝિટ પોલ આવી ગયા

અમરાવતી, 3 જૂન: લોકસભા ચૂંટણી 2024 અંગેના ચૂંટણી પરિણામો બહાર આવે તે પહેલાના એક્ઝિટ પોલ આવી ગયા છે. જેમાં NDA ગઠબંધન સરકાર બનાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાનમહારાષ્ટ્રના અમરાવતીના ધારાસભ્ય રવિ રાણાએ આજે સોમવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને મોટો દાવો કર્યો છે. રવિ રાણાએ કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીના શપથ લીધાના 15 દિવસ બાદ જ તેમની સાથે જોવા મળશે.

 

રવિ રાણાએ શું કહ્યું?

રવિ રાણાએ વધુમાં કહ્યું કે, ‘દેશની ચૂંટણીના પરિણામો આવતીકાલે 4 જૂને ખબર પડશે. અમરાવતીના લોકોએ નવનીત રાણાને સંપૂર્ણ મત આપીને આશીર્વાદ આપ્યા છે. વડાપ્રધાન મોદી માટે અંડર કરંટ હતો. અમરાવતીના વિકાસ માટે PM મોદી, સાંસદ નવનીત રાણા અને ડેપ્યુટી CM ફડણવીસે પૂરતું ભંડોળ આપ્યું છે. પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જે રીતે અમરાવતીમાં બેઠક યોજી, તે પીએમ મોદી માટે અંડર કરંટ દર્શાવે છે.’ રવિ રાણાએ એમ પણ કહ્યું કે, નવનીત રાણાને તેમના વિકાસ કાર્યો માટે જનતાના મત જરૂર મળ્યા હશે.

ઉદ્ધવ ઠાકરે વિશે કહી આ વાત 

ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરતાં રવિ રાણાએ કહ્યું કે, ‘PM મોદીના શપથ લીધાના 15 દિવસ બાદ ઉદ્ધવ ઠાકરે તેમની સાથે ઊભેલા જોવા મળશે. તે ચોક્કસ છે. નવનીત રાણાનું કામ જોઈને MVAના સ્થાનિક નેતાએ પણ તેમને ટેકો આપ્યો છે અને મને વિશ્વાસ છે કે નવનીત રાણા અમરાવતીમાંથી 2 લાખથી વધુ મતોથી જીતશે. ચૂંટણી દરમિયાન અને મતદાન પછી પણ મેં કહ્યું હતું કે, નવનીત રાણા જીતી રહ્યા છે અને તે તમે આ 4 જૂને જોશો.

આ પણ જુઓ: ચીની મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ભારતના એક્ઝિટ પોલના અંદાજ અંગે શું કહ્યું?

Back to top button