અમદાવાદ: યુવતીઓને વિદેશના વર્ક વિઝાની લાલચ ભારે પડી, રૂ.27 લાખ ગુમાવ્યા
- વર્ક વિઝા મામલે 2 યુવતીઓ સાથે 27 લાખની ઠગાઇ થઇ
- CID ક્રાઇમમાં ઉત્તરાખંડની મહિલા સામે ફરિયાદ કરવામાં આવી
- ઉત્તરાખંડની મહિલા વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે તપાસ શરૂ કરી
ગુજરાતીઓમાં વિદેશ જઈ અભ્યાસ કરી કે પછી જોબ કરીને ત્યાં સેટલ થવાના અભરખા હોય છે. ત્યારે કેટલાંક યુવકોના આવા અભરખા પર પાણી ફરી જતું હોય છે. એજન્ટો દ્વારા વિદેશ મોકલી આપવાના વાયદા આપવામાં આવે છે અને પછી છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. આવા કેટલાંક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. તેમ છતા પણ હજુ કેટલાંક એજન્ટો એવા છે કે જેઓ યુવકોને વિદેશમાં મોકલવાની લાલચ આપીને છેતરપિંડી આચરતા હોય છે.
આ પણ વાંચો: ગુજરાત સહિત દેશભરમાં કરોડોની ઠગાઇ કરનાર નાઇજિરિયન મહિલા ઝડપાઇ
CID ક્રાઇમમાં ઉત્તરાખંડની મહિલા સામે ફરિયાદ કરવામાં આવી
અમદાવાદમાં યુવતીઓને વિદેશના વર્ક વિઝાની લાલચ ભારે પડી છે. જેમાં રૂપિયા 27 લાખ ગુમાવ્યા છે. તેમાં CID ક્રાઇમમાં ઉત્તરાખંડની મહિલા સામે ફરિયાદ કરવામાં આવી છે. શહેરના આંબાવાડીમાં રહેતી 2 યુવતીઓ સાથે 27 લાખની ઠગાઇ થઇ છે. તેમાં યુવતીઓને UKના નકલી વિઝા આપી છેતરપિંડી કરાઇ છે. શહેરમાં દિવસેને દિવસે છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે. શહેરના આંબાવાડીમાં રહેતી બે યુવતોએ આ વખતે છેતરપિંડીનો ભોગ બની ગઈ હતી. આ બે યુવતીઓને યુકેના વિઝાના નામે 27 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી બંને યુવતીએ સીઆઈડી ક્રાઈમમાં ઉત્તરાખંડની મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂપિયા 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉત્તરાખંડની મહિલા વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે તપાસ શરૂ કરી
મળતી વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલા આંબાવાડી વિસ્તારમાં રહેતી બે યુવતીઓને યુકે જવા વર્ક વિઝાની લાલચ આપી ઉત્તરાખંડની મહિલાએ આ બંને યુવતીઓ પાસેથી ધરખમ એવી 27 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ આ મહિલાએ બંને યુવતીઓને નકલી વિઝા આપી છેતરપિંડી આચરી હતી. આ અંગેની જાણ બંને યુવતીઓને થતા તેઓએ સીઆઈડી ક્રાઈમમાં 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીઓની પોલીસ ફરિયાદ નોંધી ઉત્તરાખંડની મહિલા વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે તપાસ શરૂ કરી છે.