ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

હવામાં મૃત્યુનો એર શો! વિમાનો એકબીજા સાથે અથડાયા અને પાયલટનું મૃત્યુ, જુઓ વીડિયો

Text To Speech
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ 

HD ન્યૂઝ ડેસ્ક, 3 જૂન: પોર્ટુગલમાં એક એર શો દરમિયાન બે નાના પ્લેન હવામાં અથડાયા હતા. આ અકસ્માતમાં એક પાયલટનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે પોર્ટુગલની વાયુસેનાએ કહ્યું હતું કે, રવિવારે દક્ષિણ પોર્ટુગલમાં એર શો દરમિયાન બે નાના વિમાનો વચ્ચે હવામાં ટક્કર થઈ હતી. અહેવાલો અનુસાર, આ દુઃખદ અકસ્માતમાં એક પાયલટનું મૃત્યુ થયું છે. આ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં આ વિમાનો વચ્ચે ટક્કર થતી જોવા મળી રહી છે. વાયુસેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઑ એ જાહેરાત કરતા ખેદ અનુભવે છે કે સાંજે 4:05 વાગ્યે (1505 GMT) બેજા એર શોમાં છ એરક્રાફ્ટના હવાઈ પ્રદર્શન દરમિયાન બે વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા.

 

આયોજકોએ દુર્ઘટનાને પગલે કાર્યક્રમ મોકૂફ રાખ્યો

દુર્ઘટના બાદ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને બેજા એરપોર્ટ પર શોના આયોજકોએ આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દુર્ઘટના બાદ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને બેજા એરપોર્ટ પર શોના આયોજકોએ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં છ વિમાનો ટેકઓફ કરતા જોવા મળે છે, જેમાં એક પ્લેન ઉપરની તરફ જાય છે, અન્ય પ્લેનમાંથી એક સાથે ટકરાઇ છે અને પછી જમીન પર પડે છે. પોર્ટુગીઝ અહેવાલ અનુસાર, આ દુર્ઘટનામાં એરક્રાફ્ટના પાયલટનું મૃત્યુ થયું છે.

આ પણ જુઓ: પ્લેનનું એન્જીન હવામાં અધવચ્ચે જ થઈ ગયું બંધ: પત્તાની જેમ નીચે પડવા લાગ્યું, જુઓ વીડિયો

Back to top button