ગુજરાત સહિત દેશભરમાં કરોડોની ઠગાઇ કરનાર નાઇજિરિયન મહિલા ઝડપાઇ
- સાવરકુંડલાના યુવાન સાથે 14.9 લાખના ઓનલાઈન ઠગાઈ કેસમાં ધરપકડ કરાઇ
- અલગ અલગ નામ તથા અલગ અલગ દેશમાંથી હોવાની પોતાની ઓળખ આપતી
- અમરેલી સાઇબર પોલીસની ટીમ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી
ગુજરાત સહિત દેશભરમાં કરોડોની ઠગાઇ કરનાર નાઇજિરિયન મહિલા ઝડપાઇ છે. જેમાં ગુજરાત, હરિયાણા, ઓરિસ્સા, બંગાળ, ઉત્તરાખંડ, તેલંગણા, યુપી, ઓરિસ્સામાં અનેક લોકો ભોગ બન્યા છે. સાવરકુંડલાના યુવક પાસેથી 14.9 લાખ પડાવવાના એક વર્ષ બાદ પોલીસે વિદેશી મહિલાને હરિયાણાથી દબોચી છે. અલગ અલગ વિદેશી મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી ભારતના લોકો સાથે મિત્રતા કરી ઓનલાઇન ઠગાઈ કરતી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: AMCની કચેરીઓમાં જ ફાયરના એક્સપાયર થયેલા સાધનોથી હોબાળો મચી ગયો
સાવરકુંડલાના યુવાન સાથે 14.9 લાખના ઓનલાઈન ઠગાઈ કેસમાં ધરપકડ કરાઇ
અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના યુવાન સાથે એક વર્ષ પહેલા થયેલી 14.9 લાખની ઓનલાઈન ઠગાઈના કેસમાં સમગ્ર ભારતમાં ગુજરાત હરિયાણા ઓરિસ્સા બંગાળ ઉત્તરાખંડ સહિતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વિદેશી નાઈજેરીયન મહિલાને અમરેલી સાઇબર પોલીસની ટીમે હરિયાણામાંથી ઝડપી લીધી છે. આ મહિલાએ ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી. સાવરકુંડલાના એક યુવાનન સાથે સોશિયલ મીડિયામાં માધ્યમથી વિદેશી નામની આઈડીથી મિત્રતા કર્યા બાદ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી, કસ્ટમ ડયુટી વગેરે ચાર્જના નામે તેની પાસેથી કુલ રૂ.14,09,૦૦૦/- પડાવ્યા હતા. આ રીતે વિશ્વાસઘાત અને ઠગાઇ કરનાર નાઇજીરીયન મહિલાને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી અમરેલી સાયબર પોલીસની ટીમ દ્વારા પકડી પાડી છેલ્લા એક વર્ષથી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કર્યો હતો.
અમરેલી સાઇબર પોલીસની ટીમ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી
અમરેલી સાઇબર પોલીસની ટીમ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આ મહિલાને ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયા તેમજ સાઉથ આફ્રિકાની સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ પણ મળ્યા છે. આ વિદેશી મહિલાના ગુજરાતમાં વડોદરા સીટી તેમજ વડોદરાના મકરપુરામાં બે બેંક એકાઉન્ટ છે. આ ઉપરાંત તેલંગણા, ઓડીસા, વેસ્ટ બંગાળ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ કેરળ સહિતના રાજ્યોમાં કુલ 18 બેન્ક એકાઉન્ટ મળ્યાં છે. આ જુદા જુદા એકાઉન્ટમાં ક્યારે ક્યારે કેટલી રકમમાં મેળવવામાં આવી હતી તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
દર વખતે અલગ અલગ નામ તથા અલગ અલગ દેશમાંથી હોવાની પોતાની ઓળખ આપતી
ભારતમાં જુદા જુદા લોકોને ફસાવવા માટે જુદા જુદા નામથી સંપર્ક કરતી હતી અને પોતે દર વખતે અલગ અલગ નામ તથા અલગ અલગ દેશમાંથી હોવાની પોતાની ઓળખ આપતી હતી. આ રીતે આ મહિલા પાસેથી કુલ અલગ અલગ દેશના 28 જુદા જુદા મોબાઈલ નંબરો મળ્યા છે જે આ મહિલા દ્વારા ફ્રોડ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક નંબરમાં અલગ અલગ મોબાઈલ હેન્ડસેટ અને આઇમઇઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મહિલા દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોર્ડ કરવા માટે અલગ અલગ વિદેશી મહિલાના નામના ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવતા હતા અને આ નામથી તે ભારતના જુદા જુદા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કરતી હતી અને બાદમાં તેને ગિફ્ટ આપવાનું કહી આ ગિફ્ટ છોડાવવા માટે આટલી રકમ આપવી પડશે વગેરે રીતે ઠગાઈ કરવામાં આવતી હતી.