ગુજરાતમાં ગરમી હવે ધીરે ધીરે લેશે વિદાય, વરસાદની જાણો શું છે આગાહી
- ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે
- પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના
- આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલુ શરૂ થશે
ગુજરાતમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય લેશે. જેમાં રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. ત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. તેમજ પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની રહેશે તેવી આગાહી કરાઇ છે. તેમજ રાજ્યમાં એક સપ્તહમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યું છે. જો કે, વરસાદ થશે નહીં, પરંતુ વાદળ રહેશે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ત્રિપુરા, મેઘાલય, આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. તેમજ પશ્ચિમ બંગાળમાં ચોમાસુ પહોંચી જશે તેવી સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આસામ અને મેઘાલયમાં આજથી ચોથી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બીજી જૂને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થશે તેવી શક્યતા છે.
પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના
પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલુ શરૂ થશે. તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ તાપમાનમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.0 ડિગ્રી છે. તેમજ અમદાવાદ 42.0 ડિગ્રી,ગાંધીનગર 41.5 ડિગ્રી તેમજ કંડલા 40.5 ડિગ્રી,રાજકોટ 40.5 ડિગ્રી તથા ડીસા 39.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 39.5 ડિગ્રી અને વડોદરા 39.4 ડિગ્રી,સુરત 35.7 ડિગ્રી તાપમાન રહ્યું છે.