ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

જમ્મુની અર્શિયા શર્માની અમેરિકા ગોટ ટેલેન્ટમાં ધમાલ! ટેલેન્ટ જોઈ જજ તરફથી મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

Text To Speech
  • 13 વર્ષની ડાન્સર અર્શિયા શર્માએ હોરર ફિલ્મ “ધ એકસોર્સિસ્ટ” થી પ્રેરિત પોતાનું ચોંકાવનારું પરફોર્મન્સ કર્યું 

નવી દિલ્હી, 3 જૂન: જ્યારે ટેલેન્ટની કોઈ કમી હોતી નથી ત્યારે તમે સ્ટેજ શોધતા નથી, બલ્કે સ્ટેજ તમને શોધે છે. જમ્મુ-કાશ્મીરની એક પરીએ કંઈક આવું જ કર્યું છે. કાશ્મીરની આ 13 વર્ષની બાળકીએ અમેરિકામાં હલચલ મચાવી દીધી છે. જમ્મુની 13 વર્ષની ડાન્સર અર્શિયા શર્માએ અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણીએ હોરર ફિલ્મ “ધ એકસોર્સિસ્ટ” થી પ્રેરિત તેના ડરામણા ડાન્સ નંબર સાથે દર્શકો અને જજોને આશ્ચર્યચકિત કરી દીધા અને તેણીના આ પરફોર્મન્સ બદલ તેમણે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.

 

28 મેના રોજ શોની સીઝન 19 પ્રીમિયર દરમિયાન, અર્શિયા શર્માએ તેના ભયાનક પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. જજ સાઈમન કોવેલ, સોફિયા વેરગારા, હેદી ક્લમ અને હોવી મૈંડેલ કંઈક બીજું જ ઈચ્છતા હતા, પરંતુ તેઓ અર્શિયાના અજીબો-ગરીબ મૂવ્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

અમેરિકા ગોટ ટેલેન્ટ સ્ટેજ પર શું થયું?

જમ્મુથી આવેલી અર્શિયાએ સ્ટેજ પર પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. તેણીએ તેનો દેખાવ બદલ્યો, ફાટેલા કપડાં પહેર્યા, સફેદ કોન્ટેક્ટ લેન્સ પહેર્યા અને હોરર થીમને ફિટ કરવા માટે નકલી લોહી લગાવ્યું. તેણીએ એક ડરામણા ગીત પર ડાન્સ કર્યો, તેના શરીરને અવિશ્વસનીય રીતે ફેરવ્યું અને પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દીધા. જજ સોફિયા વેરગારા પણ સ્ટેજ પરથી તેની નજર હટાવી શક્યા નહીં. જ્યારે અર્શિયાએ પોતાનું પર્ફોર્મન્સ પૂરું કર્યું ત્યારે દર્શકોએ ઉભા થઈને તાળીઓ પાડી હતી.

કોણ છે અર્શિયા શર્મા?

અર્શિયા શર્મા ભારતના જમ્મુની પ્રતિભાશાળી યુવા કલાકાર છે. વર્ષ 2011માં જન્મેલી તે ડાન્સ અને એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી ચૂકી છે. અર્શિયા ડાન્સ અને જિમ્નેસ્ટિક્સ બંનેની શોખીન છે, તે વિવિધ સ્પર્ધાઓ અને પ્રદર્શનમાં તેની પ્રતિભા દર્શાવે છે.

આ પણ જુઓ: નશો કરી ચોરી કરવા ગયો, અને આંખ લાગી ગઈ, ઉઠ્યો તો…..

Back to top button