ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિપેશ ભાને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિપેશ લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાન સિંહના રોલમાં જોવા મળ્યો હતો. તે આ સિરિયલ સાથે લાંબા સમયથી જોડાયેલો હતો. શોના સહાયક નિર્દેશક અભિનયરે અભિનેતાના નિધનની પુષ્ટિ કરી છે.
ક્રિકેટ રમતા સમયે થયું નિધન
મળતી માહિતી મુજબ, દિપેશ ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો, પરંતુ ક્રિકેટ રમતા રમતા તે અચાનક પડી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો હતો. અભિનિત સહાયક નિર્દેશકની સાથે, અભિનેતા વૈભવ માથુરે પણ દિપેશ ભાનના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
શોક વ્યક્ત કરતા વૈભવ માથુરે શું કહ્યું?
દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા વૈભવ માથુરે કહ્યું કે હા તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ બાકી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે શોમાં દિપેશ અને માથુર બે મિત્રોના રોલમાં હતા.
દિપેશ ઘણા શોનો ભાગ હતો
દિપેશ લાંબા સમયથી ટીવીની દુનિયા સાથે જોડાયેલો હતો. ‘ભાભીજી ઘર પર હૈ’ પહેલા, તે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’ સહિતના ઘણા કોમેડી શોનો ભાગ રહી ચુક્યો છે. આ સિવાય તેણે આમિર ખાન સાથે પણ કામ કર્યું છે. તે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની જાહેરાતમાં જોવા મળ્યો હતો અને વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતુ ઉત્પતંગ ચટપટ્ટી કહાની’માં કામ કર્યું હતું.