એજ્યુકેશનદક્ષિણ ગુજરાત

સુરત IIIT તૈયાર થવા પહેલાં જ ચર્ચામાં આવી ગઈ,કેમ ટ્વિટર #IIITSurat_in_a_shed ટ્રેન્ડ થઈ રહ્યું છે ?

Text To Speech

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) એ IIT અને NITની જેમ એન્જિનિયરીંગના અભ્યાસ માટે દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટયૂટમાંની એક ગણવામાં આવે છે. પરંતુ જરા વિચાર કરો તે જે સંસ્થામાં થોડા દિવસો પછી વર્ગો શરૂ થવાના છે ત્યાં કેમ્પસના નામે માત્ર ટિન શેડ જ હોય અને કામ પણ ચાલુ હોય તો વિદ્યાર્થીઓની હાલત કેવી થાય? આ વાસ્તકવિકતા સુરતની છે. કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર તેમના કેમ્પસની તસ્વીકો શેર કરી છે ર #IIITSurat_in_a_shed ટ્રેન્ડ થઈ રહ્યું છે, જે જોઇને બધા ચોંકી ઉઠ્યા છે.

IIIT સુરતની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી. એની શરૂઆત સુરતના ઇચ્છાનાથ વિસ્તારમાં આવેલા સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)ની સાથે મેંટરશીપમાં થઇ હતી. IIIT સુરતના વિદ્યાર્થીઓ SVNIT કેમ્પસમાં જઇને ભણતા હતા, કારણ કે IIITનું પોતાનું કેમ્પસ નહોતુ. SVNITમાં પ્રથમ બેચના તમામ વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે SVNIT અને IIIT વચ્ચે કરાર પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કરાર આ વર્ષ સુધી એટલે કે વર્ષ 2022 સુધી જ માન્ય હતો. અને હજુ સુધી IIITનું કેમ્પસ તૈયાર થયું નથી. હવે અમારા વર્ગો કેવા હશે તે અંગે અમે મૂંઝવણમાં છીએ. અમારું ભવિષ્ય દાવ પર છે.

સંસ્થાએ તાજેતરમાં એક નોટિસ જારી કરીને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે વર્ગો 8 ઓગસ્ટ 2022થી શરૂ થશે. IIITનું કેમ્પસ સુરતના કામરેજમાં બનવાનું હતું. આ માટેની જમીન ત્રણ વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી શૈક્ષણિક અને હોસ્ટેલની સુવિધા તૈયાર થઈ નથી. કેમ્પસ તૈયાર થવામાં વિલંબ પાછળ કોરાના, લોકડાઉન જેવા કારણો જણાવવામાં આવી રહ્યા છે. કહેવાતા કેમ્પસમાં માત્ર થોડા ટિન શેડ રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમે કેવી રીતે ભણશો અને હોસ્ટેલમાં કેવી રીતે રહી શકશો. ઉપરથી સંસ્થાએ નોટિસ પાઠવીને 50 હજારથી વધુ શૈક્ષણિક ફી ભરવા જણાવ્યું છે. જેમાં ફૂડ અને હોસ્ટેલ ફી સામેલ નથી. તેના માટે 35 હજાર રૂપિયા અલગથી ચૂકવવા પડશે.

 

IIIT સુરતના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમને આ અધૂરી સંસ્થામાં ભણવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. 12 કિમી દૂર વલથાણ ખાતે આવેલી શાળાની છાત્રાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. એક રૂમમાં 5 વિદ્યાર્થીઓ એકસાથે રહેવાની પણ વ્યવસ્થા છે. ત્રીજા વર્ષમાં અમારે પ્લેસમેન્ટ માટે પણ તૈયારી કરવી પડશે. આવી સ્થિતિમાં જો આટલા બધા લોકો સાથે રહે છે તો શિક્ષણ કેવી રીતે શક્ય બનશે? અને શું તે અમારા પ્લેસમેન્ટને અસર કરશે નહીં? વિદ્યાર્થીઓએ સંસ્થાના ડાયરેકટર , સરકાર, મંત્રીઓ બધાને ઇમેલ કરીને રજૂઆત કરી છે, પરંતુ કોઇ પ્રતિસાદ મળ્યો નથી.

Back to top button