ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

પંજાબમાં બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ, બે ટ્રેન ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ

Text To Speech
  • પંજાબના સરહિંદ રેલવે સ્ટેશનથી થોડે દૂર બે માલગાડી એકબીજા સાથે અથડાઈ
  • અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે ટ્રેન ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

પંજાબ, 02 જૂન: પંજાબના સરહિંદ રેલવે સ્ટેશનથી થોડે દૂર માધોપુર ચોકી પાસે રવિવારે સવારે સાડા ત્રણ વાગ્યે ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં માલગાડી તેના પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેનું એન્જિન પલટી ગયું હતું. આ દુર્ઘટનામાં બે લોકો પાયલોટ ઘાયલ થયા છે.

 

ઘાયલ થયેલા લોકો પાયલોટને હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ઈજાગ્રસ્ત લોકો પાઈલટની ઓળખ સહારનપુર (યુપી)ના 37 વર્ષીય વિકાસ કુમાર અને સહારનપુર (યુપી)ના 31 વર્ષીય હિમાંશુ કુમાર તરીકે થઈ છે, તેઓને 108 એમ્બ્યુલન્સની મદદથી ફતેહગઢ સાહિબની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હાલત જોઈ ત્યાના ડોક્ટરે તેમને રાજીન્દ્રા હોસ્પિટલ પટિયાલામાં રેફર કર્યા છે.

સીએમ માને X પર પોસ્ટ કરીને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો

સીએમ ભગવંત માને સરહિંદ રેલવે સ્ટેશનથી થોડે દૂર માધોપુર ચોકી પાસે થયેલા ટ્રેન દુર્ઘટના અંગે ટ્વીટર પર પોસ્ટ કર્યું અને લખ્યું કે આજે સવારે સરહિંદ રેલવે સ્ટેશન પર બે ટ્રેનોને અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. ભગવાનનો આભાર કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને શક્ય તમામ મદદ માટે આદેશ જારી કર્યા છે.

આ પણ વાંચો: વારાણસીથી દિલ્હી આવતી Indigo ફ્લાઈટમાં બોમ્બની ધમકી

Back to top button