ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 02 જૂન: પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે આવવાનું છે. આજે વહેલી સવારથી જ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરી ચાલી રહી છે. બંને રાજ્યોમાં કોની સરકાર બનશે તે આજે સ્પષ્ટ થઈ જશે. પોસ્ટલ બેલેટ વોટ પહેલા ખોલવામાં આવી રહ્યા છે.

અરુણાચલ પ્રદેશમાં કોણ આગળ ચાલી રહ્યું છે?

ચૂંટણી પંચના મતે અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 6 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી 2 સીટો પર આગળ ચાલી રહી છે. રાજ્ય વિધાનસભામાં બહુમતીનો આંકડો 60 વિધાનસભા બેઠકોમાંથી 31 છે. ભાજપે 10 ​​બેઠકો બિનહરીફ જીતી લીધી છે.

 

સિક્કિમમાં કોણ ચાલી રહ્યું છે આગળ?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સિક્કિમ વિધાનસભામાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) 7 સીટો પર આગળ ચાલી રહી છે. સિક્કિમ વિધાનસભામાં બહુમતનો આંકડો 32માંથી 17 સીટો છે.

આ પણ વાંચો: બિહાર : પાટલીપુત્ર લોકસભા બેઠકના BJP ઉમેદવારના કાફલા ઉપર ફાયરિંગ

Back to top button