એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની ઉતરવહીના રૂબરૂ મૂલ્યાંકન અંગે પરિપત્ર જાહેર

Text To Speech

ગાંધીનગર, 1 જૂન : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને ધો.12 નું પરિણામ જાહેર કરી દેવાયુ છે ત્યારે હવે વિદ્યાર્થીઓ દ્વારા પોતાને ઓછા માર્ક આવ્યા હોય તેવી ફરિયાદ શિક્ષણ વિભાગને મળતી હોય જે સંદર્ભે બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના પેપરનું રૂબરૂ મૂલ્યાંકન કરવા માટેની તારીખ અને સમય અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ક્યારે કરી શકાશે ઉતરવહીનું રૂબરૂ મૂલ્યાંકન ?

મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી આગામી તા. 6 જૂનથી શરૂ થવાની છે અને આ પ્રક્રિયા 3 દિવસ એટલે કે 8 જૂન સુધી ચાલવાની છે.

વિધાર્થીઓએ અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે પોતાનો કોલલેટર ગુજરાત બોર્ડની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાનો રહેશે. હાલ આ હોલ ટિકિટ ઓનલાઇન મૂકી દેવામાં આવી છે. જે વિધાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે.

Back to top button