ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા ન્યાય સંકુલમાં ફેમિલી કોર્ટનો પ્રારંભ

Text To Speech

બનાસકાંઠા 01 જૂન 2024 :ગુજરાત નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર દરેક તાલુકા વાઈઝ ફેમિલી કોર્ટ શરું કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ ડીસા ખાતે પણ કોર્ટમાં ફેમિલી કોર્ટનુ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાના એડિશનલ સેશન્સ કોર્ટના જજના હસ્તે રીબીન કાપીને ફેમિલી કોર્ટ નો પ્રારંભ કરાયો હતો. ડીસા ફેમિલી કોર્ટના જજ તરીકે કુ. એમ.બી. ડાંગેની નિમણૂક કરવામાં આવી છે. ડીસા કોર્ટમાં ફેમિલી કોર્ટ શરૂ થતાં સ્ત્રીઓ માટે ન્યાય ઝડપી અને સરળતા બની રહેશે. સ્ત્રીઓને મેનટેનસ, ભરણ પોષણ, બાળકોની કસ્ટડી મેળવવી સહિતના કાયદામાં ન્યાય મેળવવા માટે સરળતા મળી રહેશે. ઘણી વખત સ્ત્રીઓને ન્યાય મેળવવા માટે લાંબા સમય સુધી કોર્ટમાં હાજર રહીને તારીખો ભરવી પડતી હતી. જ્યારે હવે ફેમિલી કોર્ટની શરૂઆત થતાં સ્ત્રીઓને ન્યાય મેળવવા લાંબા સમય સુધી રાહ જોવી નહી પડે અને ઝડપીથી ન્યાય મળી રહેશે. ડીસા બાર એસોસિયેશનના પ્રમુખ ડી.પી.દવે સહિત તમામ એડવોકેટ દ્વારા પણ ડીસાની કોર્ટમાં ફેમિલી કોર્ટ શરુ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આભાર વ્યક્ત કરાયો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં નિયમો વિરુદ્ધ બનતા શોપિંગ સેન્ટરોને પાલિકાની નોટિસ

Back to top button