ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

આ ગુજરાતી પરિવારે સસ્તા ભાડાંમાં સ્વિટ્ઝરલેન્ડની જાતરા કરી, જાણો મજાનું પ્રવાસ વર્ણન

  • ગુજરાતી પરિવારે માત્ર 90 હજારમાં સ્વિટ્ઝરલેન્ડના 25 શહેરોનો પ્રવાસ કર્યો, સોશિયલ મીડિયા પર ટ્રીક થઈ વાયરલ 

HD ન્યૂઝ ડેસ્ક, 1 જૂન: શું તમે માનો છો કે એક ગુજરાતી વ્યક્તિએ માત્ર 90 હજાર રૂપિયા ખર્ચીને પોતાના ચાર જણના પરિવાર સાથે 11 દિવસ સુધી સ્વિટ્ઝરલેન્ડના 25 શહેરોમાં પ્રવાસ કર્યો. હકીકતમાં, મેહુલ શાહ નામના વ્યક્તિએ X(ટ્વિટર) પરની તેની એક પોસ્ટમાં દાવો કર્યો છે કે, તેના ચાર સભ્યોના પરિવારે માત્ર 90 હજાર રૂપિયામાં સ્વિટ્ઝરલેન્ડનો પ્રવાસ કર્યો છે. તેમણે લખ્યું છે કે, પરિવારે સ્વિટ્ઝરલેન્ડના 25 શહેરોમાં 11 દિવસનું વેકેશન માણ્યું.

 

X પરની પોસ્ટનો આખો થ્રેડ વાયરલ થયો

X પરની પોસ્ટનો સમગ્ર થ્રેડ વાયરલ થયો છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર તેને લગભગ 4 મિલિયન વખત જોવામાં આવ્યું છે. બે બાળકોના પિતા મેહુલ શાહે કહ્યું કે, તેમને 15 દિવસ માટે 45,000 રૂપિયામાં બે સ્વિસ ટ્રાવેલ પાસ મળ્યા છે. આ સાથે તેમને ફ્રી ફેમિલી કાર્ડ પણ મળ્યું છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી.

સ્વિસ પાસ 10થી વધુ પેનોરેમિક ટ્રેનોને પણ આવરી લે છે

શાહે લખ્યું કે, તેમણે ત્રણ દિવસ માટે લોઝેનને તેના બેઝ સિટી તરીકે પસંદ કર્યું હતું. બીજા દિવસે, તે ગસ્તાદ (Gstaad) ગયા, જે “પ્રખ્યાત હસ્તીઓ (સેલિબ્રિટીઓ) માટેનું એક શહેર અને ઝ્વિસિમેન અને સાનેન શહેરો સાથે-સાથે” એક રિસોર્ટ ટાઉન હતું. પછી તેમણે એક ટિપ શેર કરી: “તમે મોન્ટ્રોથી પેનોરેમિક ગોલ્ડનપાસ ટ્રેનમાં બેસી શકો છો, જેનો રૂટ ખૂબ જ સુંદર છે. તમને રિઝર્વેશન વગર પણ સરળતાથી ત્યાં સીટ મળી જશે. તેથી સ્વિસ પાસ 10 થી વધુ પેનોરેમિક ટ્રેનોને પણ આવરી લે છે.

“રેસ્ટ ડે”નું પ્લાનિંગ અને લોઝેનમાં ઓલિમ્પિક મ્યુઝિયમ

ત્રીજા દિવસે, તેઓએ “રેસ્ટ ડે” નું પ્લાનિંગ કર્યું અને લોઝેનમાં ઓલિમ્પિક મ્યુઝિયમની મુલાકાત લીધી. પરિવારે 2.5 કલાકની ક્રુઝ પણ લીધી, જે સ્વિસ પાસ સાથે મફત છે. તેઓ તેમાંથી “મોન્ટ્રેક્સના તળાવ અને જીનીવા તળાવના કિનારે વેવે શહેરની સાથે ગયા.” ચોથા દિવસે, પરિવારે તેમનું સ્થાન બદલીને મીએરેન્ગેન કરી નાખ્યું. ત્યાં કોઈ પણ વ્યક્તિ “ઇન્ટરલેકન અથવા લ્યુસર્ન જેવા મુખ્ય પ્રવાસન સ્થળોની કિંમત કરતાં લગભગ ત્રીજા ભાગની કિંમતે સુવિધાઓ મેળવી શકે છે.” તે જ દિવસે, પરિવાર બ્રિએન્ઝ તળાવ પાર કરીને ઇન્ટરલેકન જવા માટે બીજી બોટ ટ્રીપ પર ગયો. સ્વિસ પાસ સાથે આ સુવિધા પણ ફ્રી હતી.

સામાનને ખસેડવામાં ખર્ચ ઘટાડવા માટેની મહત્ત્વપૂર્ણ ટીપ

આ સિવાય શાહે બીજી ટિપ પણ શેર કરી. તેમણે લખ્યું કે, “SBB પાસે એક શહેરથી બીજા શહેરમાં પ્રતિ સામાન દીઠ 12 CHFમાં સામાન ખસેડવાની અનોખી સેવા છે. જો કે તે ખર્ચાળ છે, હું તેનો એવી રીતે ઉપયોગ કરવાની ભલામણ કરીશ જેમ આપણે આપણા દૈનિક ખર્ચનું વિશ્લેષણ કરીએ છીએ, જે એક હોટલથી ચેકઆઉટના સમયે, શહેર બદલવા અને બીજી હોટલમાં ચેક ઇન કરતી વખતે વેડફાઈ જાય છે. અહીંયા અમે તમને ઇન્ટરસિટી પ્રવાસ દરમિયાન તમારા હાથ ફ્રી રાખવાની સલાહ આપીશું જેથી કરીને તમે બહુવિધ સ્થળોની મુલાકાત લઈ શકો.

ઇન્ટરલેકન-લોટરબ્રુન્નન-વેંગેનની બેતરફી યાત્રા 

ત્યારબાદ ભારતીય પરિવારે “ઓછા પ્રવાસી પરંતુ વધુ સુંદર પર્વત મૈનલિચેન” પસંદ કર્યું. શાહે લખ્યું કે, “ઈન્ટરલેકન-લોટરબ્રુન્નન-વેંગેન સુધીની યાત્રા કોગવ્હીલ ટ્રેન સ્વિસ પાસ દ્વારા આવરી લેવામાં આવી છે, અમે વેંગેનથી મૈનલિચેન સુધી કેબલ કાર લીધી અને પછી મૈનલિચેનથી ગ્રિન્ડેલવાલ્ડ સુધી ગોંડોલા લીધું અને આજે જ  તેને સમર 2024 માટે શરૂ કરવામાં આવ્યું છે. અમારા ચાર જણના પરિવાર માટે દ્વિ-માર્ગી મુસાફરીનો કુલ ખર્ચ માત્ર 7,000 રૂપિયા થયો.”

તમે ક્લોક ટાવરોને ચૂકી ન જતા

મેહુલ શાહ અને પરિવારે તેમની મુસાફરીના છઠ્ઠા દિવસે બર્ન જવા માટે ટ્રેન પકડી. તેમણે કહ્યું કે,”તમે ક્લોક ટાવરોને ચૂકી ન જતા. ઓલ્ડ ટાઉનની મધ્યમાં બે મુખ્ય શોપિંગ સ્ટ્રીટ(રસ્તા) છે. યુનેસ્કો વર્લ્ડ કલ્ચરલ હેરિટેજ સાઈટ છ કિલોમીટરના આર્કેડ સાથે જોડાયેલા છે જે મુલાકાતીઓને એક પ્રકારની ખરીદીનો અનુભવ માણવા આમંત્રિત કરે છે. તમને શહેરમાં ચાલતી ટ્રામ જોવા મળશે જે ફરીથી સ્વિસ પાસ સાથે મફત છે.”

વિટ્ઝનાઉથી રીગી સ્ટાફેલહોહે સુધીની યુરોપની પ્રથમ પર્વતીય રેલવે

X વપરાશકર્તા @mehulshaca એ આગળ લખ્યું કે, “આ એક છુપાયેલા રત્ન જેવું છે જેને હું શેર કરવા જઈ રહ્યો છું!” શાહે તેમના થ્રેડમાં વધુમાં જણાવ્યું કે, “21 મે, 1871ના રોજ, યુરોપની પ્રથમ પર્વતીય રેલવે વિટ્ઝનાઉથી રિગી સ્ટાફેલહોહે સુધીની પ્રથમ ચઢાણ માટે રવાના થઈ હતી. માઉન્ટ રિગીના ઇતિહાસમાં આ એક મીલનો પથ્થર છે. આજે, માઉન્ટ રિગી અને તેની કોગવ્હીલ રેલવે પોતાને એક વિશિષ્ટ પર્વતીય રેલવે તરીકે રજૂ કરે છે, આ બધુ એક પૈસો પણ વધારાનો ખર્ચ્યા વિના સ્વિસ પાસમાં સામેલ છે.

આ પણ જુઓ: અમેરિકન નાગરિકતા મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતું, કેટલી મુશ્કેલીઓ થઈ હતી? જાણો

Back to top button