ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

એર ઈન્ડિયાને નોટિસઃ ત્રણ દિવસમાં જવાબ આપવા આદેશ, જાણો શું છે મામલો

Text To Speech
  • કાળઝાળ ગરમીમાં મુસાફરોને 8 કલાક સુધી AC વગર રાખવામાં આવતા DGCA એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ ફટકારી
  • DGCAએ એરલાઈનને આ નોટિસનો 3 દિવસમાં જવાબ આપવા કહ્યું

દિલ્હી, 31 મે: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાને દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટ 24 કલાક મોડી પડતાં તેને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ ફ્લાઇટમાં વિલંબ અને અંદર ACના અભાવને કારણે ઘણા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દિવસોમાં દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે એર ઈન્ડિયાએ મુસાફરોને 8 કલાક સુધી AC વગર બેસાડ્યા હતા.

AC ન હોવાના કારણે અનેક મુસાફરો થયા બેભાન

DGCA એ બે ફ્લાઈટ AI-179 અને AI-183 માટે આ નોટિસ જારી કરી છે. 24 મેના રોજ ફ્લાઈટ નંબર AI-179 મોડી પડી હતી, જ્યારે 30 મેના રોજ ફ્લાઈટ નંબર AI-183 મોડી પડી હતી, આ સાથે જ કેબિનમાં ACના અભાવે તેમાં બેઠેલા તમામ મુસાફરોને ગરમી સહન કરવી પડી હતી. કેટલાક મુસાફરો બેભાન થઈ ગયા હોવાના સમાચાર પણ આવ્યા હતા. DGCAએ આ અંગે એર ઈન્ડિયા વિરુદ્ધ કારણ બતાવો નોટિસ જારી કરી છે.

 

3 દિવસમાં આપવો પડશે જવાબ

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાએ એરલાઈન્સ દ્વારા આપવામાં આવતી સુવિધાઓનું ઉલ્લંઘન કર્યું છે. આવા ઉલ્લંઘન બદલ તમારી સામે પગલાં કેમ ન લેવા જોઈએ તેનું કારણ બતાવો. ડીજીસીએ નોટિસ જારી થયાના 3 દિવસમાં જવાબ માંગ્યો છે. દિલ્હી એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 183 ગુરુવારે (30 મે) બપોરે 3:20 વાગ્યે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જવા રવાના થવાની હતી. પરંતુ કોઈ કારણસર આ ફ્લાઈટ લગભગ 20 કલાકના વિલંબ પછી ઉપડી હતી.

આ પણ વાંચો: ઈલેક્ટ્રિક વાહનો ફોન કરતાં વધુ ઝડપે ચાર્જ થશે! ભારતીય મૂળના વિજ્ઞાનીએ શોધી નવી ટેક્નોલોજી

Back to top button