ગરમીમાં ફરવા જાવ ત્યારે આ વાતોનું જરૂર રાખજો ધ્યાન, નહીંતર બગડશે ટ્રિપની મજા
- ગરમીમાં ફેમિલીના કેટલાક લોકો ફ્રી હોવાના કારણે ફરવા જવાના પ્લાન થઈ જતા હોય છે. જો તમે પણ ગરમીના દિવસોમાં કોઈ હોલિડે ટ્રિપનું આયોજન કરી રહ્યા હો તો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખો
ગરમીના દિવસોમાં મોટાભાગના લોકો ફરવાનો પ્લાન બનાવતા હોય છે. ગરમીમાં ફેમિલીના કેટલાક લોકો ફ્રી હોવાના કારણે ફરવા જવાના પ્લાન થઈ જતા હોય છે. જો તમે પણ ગરમીના દિવસોમાં કોઈ હોલિડે ટ્રિપનું આયોજન કરી રહ્યા હો તો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખો. ખૂબ જ ગરમી હોય ત્યારે ફરવા જવું કોઈ ચેલેન્જથી ઉતરતું નથી. આવા સંજોગોમાં ખુદને અને પરિવારને સેફ રાખવા માટે કેટલીક કાળજી લેવી પડશે. ગરમીમાં હોલિડે પ્લાન દરમિયાન કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખીને તમે ટ્રિપની મજા માણી શકો છો.
ટ્રિપ દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન
હાઈડ્રેટેડ રહો
પાણી ભરપૂર માત્રામાં પીતા રહો. તરબૂચ, ખીરા જેવા પાણી વાળા ફળો ખાવ. ઓઆરએસનો ઉપયોગ કરો. કેફીન અને દારૂથી બચો.
તડકાથી બચો
સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યાની વચ્ચે તડકામાં નીકળવાથી બચો. ટોપી, છત્રી રાખો તેમજ તડકા માટે ચશ્મા પહેરો. હળવા અને ખુલ્લા કપડાં પહેરો.
આરામ પણ કરો
ટ્રિપનો અર્થ એ નથી કે બધું જ એકસાથે ફરી લેવું. યાત્રા દરમિયાન શરીર સાથે વધુ કામ ન લો. થોડા થોડા સમયે આરામ કરતા રહો. પૂરતી માત્રામાં ઊંઘ લો. ગરમીમાં થોડી પણ બેદરકારી તમને બીમાર બનાવી શકે છે.
ભોજન કરતા રહો
સફરમાં જમવાનું ખાસ ધ્યાન રાખો. હળવું અને પૌષ્ટિક ભોજન લો. દહીં છાશ અને લીલા શાકભાજી લેતા રહો. તળેલું અને મસાલેદાર ભોજન કરવાથી બચો.
જરૂરી સામાન
પાણી, છત્રી, સનસ્ક્રીન, લેક્ટોકેલામાઈન લોશન અને દવાઓ સાથે રાખો. ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવી લો. તમારા પરિવાર અને મિત્રોને તમારી યાત્રાની જાણકારી આપો.
આ પણ વાંચોઃ શિમલા, મનાલીને ટક્કર આપે તેવું શહેર છે દાર્જિલિંગ, આ જગ્યાઓ છે પર્યટકોની ફેવરિટ
આ પણ રાખો ધ્યાન
- ગરમીની સીઝનમાં ભીડભાડવાળી જગ્યાઓએ જવાથી બચો
- એસીવાળી જગ્યાઓએ વધુ સમય વીતાવો
- ઠંડા પાણીથી બાથ લો અને ઠંડા પાણીથી પગ ધુઓ
- વડીલો, બાળકો અને બીમાર લોકો માટે વિશેષ વ્યવસ્થા રાખો.
આ પણ વાંચોઃ સસ્તામાં કરી લો કેરળની સફર, પાંચ દિવસનું છે IRCTCનું આ પેકેજ