ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

ચૂંટણી પરિણામ પહેલાં જાણો ગૂગલ ટ્રેન્ડઃ કૌન કિતને પાની મેં?

એચડી ન્યૂઝ ડેસ્ક, 30 મે, 2024: સોશિયલ મીડિયા અને ગૂગલ ટ્રેન્ડ જેવા ટેકનોલોજીનાં માધ્યમો નહોતાં ત્યારે રાજકારણીઓની લોકપ્રિયતાનો અંદાજ કાંતો તેમની જાહેરસભામાં થતી ભીડના આધારે અથવા ચૂંટણી પરિણામના દિવસે તેમને મળેલા મતને આધારે આવી શકતો. પરંતુ હવે આ બધું સાવ સરળ થઈ ગયું છે. આંગળીનાં ટેરવાં અને માઉસની ક્લિક અને ડિજિટલ ગ્રાફિકના આધારે આ બધું ચપટી વગાડતાં જાણી – સમજી શકાય છે.

આમ તો લોકપ્રિયતા અને વગની બાબતમાં નરેન્દ્ર મોદીની સરખામણીમાં વિશ્વના કોઈ નેતા નથી એવું વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ દ્વારા વારંવાર પ્રસ્થાપિત થતું રહે છે. એ સંજોગોમાં રાષ્ટ્રીય સ્તરે કોઈ નેતા મોદીની સરખામણીમાં આવી શકે એવો પ્રશ્ન જ નથી. અને આ વાત 2014થી 2024ના દસ વર્ષના ગાળામાં વિવિધ માપદંડ દ્વારા નરેન્દ્ર મોદીની સરખામણી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે કરવામાં આવી છે. આ સરખામણી ગૂગલ ટ્રેન્ડ્સ (Google Trend) ઉપર ઉપલબ્ધ છે.

google trend HDNews

આ ટ્રેન્ડ્સ ઉપર જે આંકડા ઉપલબ્ધ છે તે અનુસાર ગયા વર્ષે આ ગાળામાં અર્થાત 28 મે, 2023થી 3 જૂન, 2023ના સમયગાળામાં પ્રત્યેક 100 વ્યક્તિમાંથી 90 લોકોએ નરેન્દ્ર મોદી વિશે જાણવામાં રસ દાખવ્યો હતો, જ્યારે તેની સામે રાહુલ ગાંધી વિશે સર્ચ કરનારની સંખ્યા પ્રત્યેકે 100 વ્યક્તિએ માત્ર 17 હતી. તેના બરાબર એક વર્ષ પછી, અર્થાત 19 મે, 2024થી 25 મે, 2024 વચ્ચે નરેન્દ્ર મોદી વિશે જાણવા માગતા લોકોની સંખ્યા 75 હતી અને સામે રાહુલ ગાંધી વિશે સર્ચ કરનારની સંખ્યા ગયા વર્ષના 17થી વધીને 33 થઈ હતી.

એ જ પ્રમાણે 2019ના ટ્રેન્ડ ઉપર નજર કરવામાં આવે તો, પહેલી માર્ચ 2019ના રોજ સરેરાશ પ્રત્યેક 100માંથી 56 લોકો મોદી વિશે અને 23 લોકો રાહુલ વિશે સર્ચ કરતા હતા. એ જ વર્ષે બે મહિનાના અંતે અર્થાત 30 એપ્રિલ, 2019ના રોજ રાહુલ ગાંધી માટે સર્ચની સંખ્યા 53 હતી, તેની સામે મોદીનો આંકડો 46 હતો. નરેન્દ્ર મોદી જ્યારથી રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં 30 એપ્રિલ, 2019નો એકમાત્ર એવો દિવસ અને ગાળો જોવા મળે છે જ્યારે ગૂગલ ટ્રેન્ડમાં રાહુલ ગાંધી આગળ હોય. આ માટેનું એક કારણ એ હોઈ શકે કે, એ સમયે કોંગ્રેસ નેતાએ રાફેલ યુદ્ધ વિમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મોદી સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ આક્ષેપોને ફગાવી દઈને મોદી સરકારને ક્લિનચિટ આપી હતી.

આ સિવાય, 2014માં પણ નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી આગળ હતા. એપ્રિલ 2014ના સમયગાળામાં મોદીનો આંકડો પ્રત્યેક 100એ 10 હતો, જ્યારે રાહુલ ગાંધીનો આંકડો ચાર હતા. ત્યારપછી મે, 2014માં નરેન્દ્ર મોદીનો આંક 19 ઉપર પહોંચી ગયો હતો જ્યારે રાહુલ ગાંધીનો આંક ઘટીને ત્રણ થઈ ગયો હતો.

સોશિયલ મીડિયા ઉપર શું સ્થિતિ છે?

ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોલોઅરની સંખ્યાની બાબતમાં નરેન્દ્ર મોદી આખી દુનિયામાં સૌથી આગળ છે. જ્યારે ટ્વિટર અર્થાત X ઉપર રાજકારણીઓના ફોલોઅરની સંખ્યાની બાબતમાં મોદી બીજા સ્થાને છે. પહેલા સ્થાને બરાક હુસેન ઓબામાના 131.7 મિલિયન ફોલોઅલ છે તો નરેન્દ્ર મોદીના 98.1 મિલિયન ફોલોઅર X ઉપર છે. જોકે, રાજકારણીઓ સિવાયની વાત કરીએ તો X ના માલિક એલોન મસ્કના 185.1 ફોલોઅર છે. ચારેય સોશિયલ મીડિયાના મળીને નરેન્દ્ર મોદીના ફોલોઅરની સંખ્યા 26 કરોડ કરતાં વધુ થાય છે જેની સામે રાહુલ ગાંધીના ચારેય પ્લેટફોર્મ મળીને ફોલોઅરની સંખ્યા માંડ ચાર કરોડ છે.

ગઈકાલ સુધી અર્થાત, 29 મે, 2024 સુધી X ઉપર નરેન્દ્ર મોદીના ફોલોઅરની સંખ્યા 9.81 કરોડ હતી જેની સામે રાહુલના ફોલોઅરની સંખ્યા માત્ર 2.58 કરોડ હતી. ફેસબુક ઉપર મોદીને ફોલો કરનારની સંખ્યા 4.9 કરોડ છે, પણ રાહુલ ગાંધીને ફોલો કરના. 70 લાખ છે, અર્થાત પૂરા એક કરોડ પણ નહીં. ઈન્સ્ટાગ્રામની વાત કરવામાં આવે તો મોદી 8.94 કરોડ ફોલોઅર સાથે જોજનો આગળ છે. રાહુલના ફોલોઅર 85 લાખ છે, પૂરા એક કરોડ પણ નહીં. યુટ્યૂબ ઉપર 2.37 કરોડ સબસ્કાઈબર નરેન્દ્ર મોદીના છે તો સામે રાહુલ ગાંધીના સબસ્ક્રાઈબરની સંખ્યા માત્ર 64 લાખ છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી ધ્યાન ધરવાના છે એ વિવેકાનંદ ખડક શું છે? વડાપ્રધાને કેમ આ સ્થળ પસંદ કર્યું?

Back to top button