સસ્તામાં કરી લો કેરળની સફર, પાંચ દિવસનું છે IRCTCનું આ પેકેજ
- પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને, કેરળની સફર કરવા ઈચ્છતા લોકો માટે IRCTCએ અમેઝિંગ કેરળ પેકેજ લોન્ચ કર્યું છે. કેરળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો અને ચોમાસું છે, પરંતુ તમે મે અને જૂનમાં પણ અહીં આનંદ માણી શકો છો
દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ મુસાફરી માટેના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. કેરળની ગણતરી દેશના સુંદર રાજ્યોમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કેરળને ભગવાનનો દેશ પણ કહેવાય છે. બેકવોટર્સ, બીચ, હાઉસબોટ્સ, વિશાળ ચાના બગીચાઓ અહીં ફરવા માટેના પ્રખ્યાત સ્થળોમાં સામેલ છે. જો કે કેરળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો અને ચોમાસું છે, પરંતુ તમે મે અને જૂનમાં પણ અહીં આનંદ માણી શકો છો. પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને, કેરળની સફર કરવા ઈચ્છતા લોકો માટે IRCTCએ અમેઝિંગ કેરળ પેકેજ લોન્ચ કર્યું છે.
કેરળનું 4 રાત અને 5 દિવસનું પેકેજ
IRCTCનું આ પેકેજ 27મી મેથી શરૂ થયું છે અને 27મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પેકેજની સૌથી સારી વાત એ છે કે તમે 27 સપ્ટેમ્બર સુધી કોઈપણ દિવસ માટે આ પેકેજ બુક કરાવી શકશો. આ પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. આ પેકેજ કોચીથી શરૂ થશે.
આ જગ્યાઓને કરો એક્સપ્લોર
કેરળના આ પેકેજમાં અલેપ્પી, કોચ્ચી, મુન્નાર ફરી શકશો. આ પેકેજને બાય રોડ કવર કરી શકાશે. જેમાં તમને એસી કાર મળશે. આ પેકેડમાં તમે બે રાત મુન્નારમાં રહી શકશો. એક રાત કુમારકોમમાં અને એક રાત કોચ્ચીમાં વિતાવી શકશો. તેમાં હોટલનું ભાડુ અને બ્રેકફાસ્ટ સામેલ છે. સાઈટ સીન પણ આ પેકેજમાં સામેલ છે. આ પેકેજમાં યાત્રીઓને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ મળશે. ટોલ, પાર્કિંગ અને તમામ ટેક્સ આ પેકેજમાં સામેલ છે.
કેરળનું પેકેજ 16 હજાર રૂપિયાથી શરૂ
જો તમે કેરળનું પેકેજ મે મહિના માટે બુક કરો છો તો એક વ્યક્તિ માટે 41,200 રૂપિયા આપવા પડશે. બે લોકોના શેરિંગ માટે 21,085 અને ત્રણ લોકોના શેરિંગ માટે 21,620 રૂપિયા અને ટ્રિપલ શેરિંગ માટે 16,615 રૂપિયા આપવા પડશે.
આ પણ વાંચોઃ શિમલા, મનાલીને ટક્કર આપે તેવું શહેર છે દાર્જિલિંગ, આ જગ્યાઓ છે પર્યટકોની ફેવરિટ