ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

Weather Update: કેરળમાં ચોમાસાની એન્ટ્રી, હવે આ રાજ્યોમાં પણ થશે વરસાદ

  • હવામાન વિભાગની આગાહી પહેલા કેરળમાં ચોમાસાની એન્ટ્રી
  • કેરળના અનેક શહેરોમાં થયો વરસાદ, હવે અન્ય રાજ્યોમાં પણ થશે વરસાદ

દિલ્હી, 30 મે: દેશના ઘણા રાજ્યો આ દિવસોમાં કાળઝાળ ગરમીથી લોકો ભારે પરેશાન છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા કેરળમાં આવી ગયું છે અને ધીમે ધીમે ઉત્તર-પૂર્વના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી.

 

ચોમાસું અપેક્ષા કરતા વહેલું આવી ગયું: IMD

હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલએ ચોમાસું બંગાળની ખાડી તરફ ખેંચ્યું છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ માનવામાં આવે છે. વિભાગના ડેટા મુજબ કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે.

 

IMD અનુસાર, પૂર્વોત્તર રાજ્યો (ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામ) માં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે અને તે જ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો કોમોરિન, માલદીવ, લક્ષદ્વીપના બાકીના ભાગો, દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. આ પછી અહીં ભારે વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

હવામાન વિભાગના અનુમાન મુજબ કેરળમાં એક દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હવે તમને પણ એ પ્રશ્ન થતો જ હશે કે આપણા ગુજરાતમાં ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર કેરળમાં એક દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ છે. જ્યારે ગુજરાતમાં 15 જૂન સુધીમાં પહોંચી શકે છે. 15 જૂને દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડથી શરૂ કરીને 25મી જૂનની આસપાસ ઉત્તર ગુજરાત સુધી વરસાદ પહોંચશે તેમ હાલના સંજોગોમાં માનવામાં આવે છે. નૈઋત્યનું આ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર દેશમાં વરસાદ લાવશે તેમ હાલના હવામાનના સંજોગો પરથી દેખાય છે.

ક્યાં – ક્યારે વરસાદ?

  • આંદામાન નિકોબાર – 22 મે
  • બંગાળની ખાડી – 26 મે
  • કેરળ, તમિળનાડુ – 30 મે
  • કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ – 5 જૂન
  • ગોવા, મહારાષ્ટ્ર, તંલગણા, આંધ્રપ્રદેશ – 10 જૂન
  • ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર – 15 જૂન
  • રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ – 30 જૂન

આ પણ વાંચો: વડોદરા શહેરમાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા અને 13 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

Back to top button