ટોપ ન્યૂઝવર્લ્ડ

UNSCમાં ભારતના કાયમી સભ્યપદને ચાર દેશોનું સમર્થન, પડોશી દેશ ચીનનો નનૈયો

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પાંચ સ્થાયી સભ્યોમાંથી ચારે કાયમી બેઠક માટે ભારતના સભ્યપદને સમર્થન આપ્યું છે. શુક્રવારે લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકારે આ માહિતી આપી હતી. યુએનએસસીના પાંચ કાયમી સભ્યો યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, ફ્રાન્સ, ચીન અને યુનાઇટેડ કિંગડમ છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું કે, ચીન સિવાય અન્ય તમામ દેશોએ ભારતના સભ્યપદને સમર્થન આપ્યું છે.

પીટીઆઈએ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે, ‘યુએન સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી ચારે દ્વિપક્ષીય રીતે કાયમી સીટના ભારતના સભ્યપદ માટે તેમના સમર્થનની પુષ્ટિ કરી છે’. આ દિશામાં સરકારે ભારતને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના હેતુથી વિવિધ પહેલ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું. તમામ સ્તરે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકો દરમિયાન આ મુદ્દો નિયમિતપણે ઉઠાવવામાં આવે છે.

જો બાઇડને સમર્થન આપવાનું વચન આપ્યું
તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે યુએસ પ્રમુખ જો બાઇડને વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની પ્રથમ વ્યક્તિગત દ્વિપક્ષીય બેઠક દરમિયાન યુએન સિક્યુરિટી કાઉન્સિલ અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતની કાયમી સભ્યપદ માટે યુએસ સમર્થનનું વચન આપ્યું હતું. તેમણે યુએનએસસીને લઈને ગયા વર્ષે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો.

કાયમી સભ્યો વીટો આપી શકે છે
યુએનએસસીમાં હાલમાં પાંચ સભ્ય દેશો અને 10 અસ્થાયી સભ્ય દેશોનો સમાવેશ થાય છે. બિન-સ્થાયી સભ્યો બે વર્ષની મુદત માટે સામાન્ય સભા દ્વારા ચૂંટાય છે. ત્યારે પાંચ સ્થાયી સભ્ય દેશો UNCSમાં કોઈપણ ઠરાવને વીટો કરી શકે છે. હાલમાં ભારત, બ્રાઝિલ, જર્મની, જાપાન અને દક્ષિણ આફ્રિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો માટે મજબૂત દાવેદાર છે.

Back to top button