કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવશે
- 22 કલાકનો તેમનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે
- રાજકોટથી તેઓ સોમનાથ ખાતે દર્શનાર્થે જશે
- જિલ્લા વહીવટી, પોલીસ તંત્ર, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજકોટ એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કરશે. તેમજ અમિત શાહ રાજકોટ જઈને સમીક્ષા પણ કરશે. સોમનાથ ખાતે તેઓ મહાદેવની વિશેષ પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજારોહણ, દર્શન અને આશીર્વાદ મેળવશે.
આ પણ વાંચો: ભરૂચ હાઈવે પર ટ્રકને અકસ્માત નડતાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો
રાજકોટથી તેઓ સોમનાથ ખાતે દર્શનાર્થે જશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સામેનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ તા.31મીએ સોમનાથ મહાદેવના દર્શન-આશીર્વાદ મેળવવા આવી રહ્યાં છે.સૌ પહેલા અમિત શાહ શુક્રવારે રાજકોટ જઈને TRP ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટનાને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બેઠક યોજશે. અમિત શાહની મુલાકાત બાદ વધુ મોટી કાર્યવાહીની શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેઓ મૃત્યુ પામેલા નાગરીકોના પરીવારજનોને સાંત્વના અને ન્યાય અપાવવા માટે મુલાકાત લેશે તેમ પણ જાણવા મળ્યુ છે. રાજકોટથી તેઓ સોમનાથ ખાતે દર્શનાર્થે જશે.
22 કલાકનો તેમનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે
સોમનાથ સાંજે ચાર વાગ્યા બાદ આવી પહોંચશે. અને સંભવત રાત્રિ રોકાણ સોમનાથમાં કરશે. 22 કલાકનો તેમનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. બીજા દિવસે તા.1 જૂનના બપોરે બે કલાકે અત્રેથી પ્રસ્થાન કરશે. સોમનાથ ખાતે તેઓ મહાદેવની વિશેષ પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજારોહણ, દર્શન અને આશીર્વાદ મેળવશે. અત્યાર સુધી જયોર જયારે લોકસભાની ચુંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયા બાદ તેઓ સોમનાથ દર્શને આવતા રહે છે. તેઓના આગમનને લઈને જિલ્લા વહીવટી, પોલીસ તંત્ર, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ થઈ રહી છે.