જગન્નાથ પુરીની ચંદન યાત્રા દરમિયાન વિસ્ફોટ! 15 લોકો દાઝી ગયા, જુઓ વીડિયો
- દુર્ઘટનાને પગલે 4 લોકોની હાલત ગંભીર હોવાની જાણકારી
પુરી જગન્નાથ, 30 મે: ઓડિશાના જગન્નાથ પુરીથી અકસ્માતના દુઃખદ સમાચાર આવી રહ્યા છે. જ્યાં બુધવારે રાત્રે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પર્વ દરમિયાન વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, ચંદન યાત્રા પર્વ દરમિયાન ફટાકડાનો ઢગલો ફાટ્યો હતો, જેમાં લગભગ 15 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલોને વહેલી તકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
Horrifying incident, At Least 15 Injured In Cracker Explosion During Chandan Yatra In Puri.
ହେ ପ୍ରଭୁ, କୋଉଠି ଭୁଲ୍ ହେଲା 🙏😭 pic.twitter.com/VipTRNnbG6— Utkal Sena (@theutkalsena) May 29, 2024
અકસ્માત કેવી રીતે થયો?
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ચંદન યાત્રા ઉત્સવ જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભક્તોનું ટોળું ફટાકડા ફોડી રહ્યું હતું. પછી ફટાકડાના ઢગલા પર એક સ્પાર્ક થયો, જેના કારણે વિસ્ફોટ થયો. સળગતા ફટાકડા લોકો પર પડવા લાગ્યા જેના કારણે ઘણા લોકો પોતાને બચાવવા માટે જળાશયમાં કૂદી પડ્યા.
#WATCH | Odisha: Several injured after firecrackers exploded during Lord Jagannath’s Chandan Yatra festival in Puri. Details awaited. pic.twitter.com/dV7mXHZGga
— ANI (@ANI) May 29, 2024
CM નવીન પટનાયકે શું કહ્યું?
ઓડિશાના સીએમ નવીન પટનાયકે આ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે કહ્યું છે કે, પુરીમાં આ દુર્ઘટના વિશે સાંભળીને તેઓ દુ:ખી છે. મુખ્ય વહીવટી સચિવ અને જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને વ્યવસ્થા પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે સારવારનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે.
ધર્મેન્દ્ર પ્રધાને શોક વ્યક્ત કર્યો હતો
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર ટ્વીટ કર્યું અને કહ્યું કે, “પુરી ચંદન યાત્રા દરમિયાન નરેન્દ્ર પુષ્કરિણી દેવી ઘાટ પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર સાંભળીને તેઓ દુખી છે. હું ભગવાનને ઈચ્છું છું કે જેમની સારવાર ચાલી રહી છે તેઓ જલદી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે.”
આ પણ જુઓ: CM પટનાયકે PMના સ્વાસ્થ્યવાળા નિવેદન પર આપ્યો જવાબ, કહ્યું: તેઑ મને કૉલ કરી શકે છે