ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

મહિલા મુસાફરો માટે એરલાઈને ખાસ સુવિધા શરૂ કરી, બુકિંગમાં મળશે આ સવલતઃ જાણો

Text To Speech
  • ઈન્ડિગોએ મહિલા મુસાફરો માટે પસંદની સીટ આપવાની કરી પહેલ
  • સુવિધા શરુ થયા પછી મહિલા મુસાફરને સીટ પસંદ કરતા સમયે બાજુની સીટ કોની છે તે જોવા મળશે
  • ઈન્ડીગોએ આ સુવિધા મહિલા મુસાફરની સલામતીને ધ્યાનમાં રાખીને કરી શરુ

દિલ્હી, 29 મે: એરલાઈન કંપની ઈન્ડિગોએ મહિલા મુસાફરો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં દ્વારા મહિલા મુસાફરો વેબ ચેક-ઇન દરમિયાન સીટ પસંદ કરતી વખતે અન્ય મહિલાઓ દ્વારા કઈ સીટ બુક કરવામાં આવી છે તે જોઈ શકશે અને તે મુજબ તેઓ પોતાની સીટ પસંદ કરી શકે છે. મતલબ કે જો તે પોતાની સીટ કોઈ મહિલાની બાજુમાં ઈચ્છે છે, તો તેમને હવે તે સીટ જોઈને મેળવવાનો વિકલ્પ મળશે. એરલાઈન્સનું કહેવું છે કે અમે આ સર્વિસ માર્કેટ રિસર્ચ બાદ શરૂ કરી છે.

એકલી મુસાફરી કરતી મહિલાઓ માટે વધુ ફાયદાકારક

સમાચાર અનુસાર, એરલાઇનનું કહેવું છે કે આ સુવિધા મહિલા મુસાફરો માટે મુસાફરીના અનુભવને વધુ આરામદાયક બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ એક સારી પહેલ છે, ખાસ કરીને એકલી મુસાફરી કરતી મહિલાઓ માટે જે તેમને સુરક્ષા કારણોસર બીજી મહિલા દ્વારા લેવામાં આવેલી સીટની બાજુમાં સીટ બુક કરવાની મંજૂરી આપે છે.

ઈન્ડિગો ‘સુપર સેવર સેલ’

ઈન્ડિગોએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર આકર્ષક સેલની જાહેરાત કરી છે, જેમાં તમામ ચાર્જ સહિત ભાડા રૂ. 1,199 થી શરૂ થાય છે. આ સેલ 29 મે થી 31 મે, 2024 સુધી ચાલશે, આ સેલ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2024 વચ્ચેની મુસાફરી કરતા મુસાફરો માટે છે. ગ્રાહકો પસંદગીની સીટ પસંદગી ચાર્જ પર 20 ટકા સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

30 એરબસ A350-900 એરક્રાફ્ટનો ઓર્ડર

ઈન્ડિગોએ તેના કાફલાને વધુ વિસ્તૃત કરવા માટે નવા ઓર્ડર આપ્યા છે. એરલાઈને 30 એરબસ A350-900 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેની કિંમત $12 બિલિયન છે. આ વિમાનોની ડિલિવરી 2027 સુધી થવાની છે. ઈન્ડિગો માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી એરલાઈન કંપની બની ગઈ છે. ભારતીય અવકાશમાં પ્રભુત્વ મેળવ્યા બાદ તે હવે ભારતીય એરપોર્ટ પરથી શરૂ થતી નોન-સ્ટોપ, લાંબા અંતરની ફ્લાઇટ્સ સાથે નોંધપાત્ર વૈશ્વિક પ્રભાવ પાડવાની ઇચ્છા ધરાવે છે.

આ પણ વાંચો: ચૂંટણી સિઝનમાં હેલિકોપ્ટર ઓપરેટર્સને જલસા, કરોડોમાં કમાણી થવાની ધારણા

Back to top button