અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

મારું ચોમાસું ક્યાંક આસપાસ છે! ગુજરાતમાં આ તારીખથી મેઘરાજાની એન્ટ્રી

Text To Speech

નવી દિલ્હી, 29 મે, 2024: આ વર્ષની ભીષણ ગરમીથી લગભગ આખો દેશ ત્રાહીમામ છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં રાજ્યોમાં તો લૂ લાગવાથી મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે તો ક્યાંક મૃત્યુના પણ સમાચારો આવતા રહે છે. હવે આ ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે 30મી મેના રોજ દક્ષિણ ભારતના કેરળમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 24 કલાકમાં કેરળમાં નૈઋત્યના ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે. જ્યારે પણ ચોમાસું સામાન્ય હોય ત્યારે 30 અથવા 31મી મેએ કેરળમાં તેનો પ્રારંભ થઈ જતો હોય છે અને તે ધીમેધીમે ઉત્તર તરફ આગળ વધતું હોય છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે ઘણા સમય પહેલાં કરી દીધી હતી.

ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?

આ મહિનાના અંતમાં કેરળમાં બેસી જનારું ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે તે પ્રશ્ન દરેક ગુજરાતીના મનમાં રમી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 30-31મીએ કેરળમાં શરૂ થનાર ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. 15 જૂને દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડથી શરૂ કરીને 25મી જૂનની આસપાસ ઉત્તર ગુજરાત સુધી વરસાદ પહોંચશે તેમ હાલના સંજોગોમાં માનવામાં આવે છે.

નૈઋત્યનું આ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર દેશમાં વરસાદ લાવશે તેમ હાલના હવામાનના સંજોગો પરથી દેખાય છે.

ક્યાં – ક્યારે વરસાદ?

આંદામાન નિકોબાર – 22 મે
બંગાળની ખાડી – 26 મે
કેરળ, તમિળનાડુ – 1 જૂન (હવે 30-31 મે)
કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ – 5 જૂન
ગોવા, મહારાષ્ટ્ર, તંલગણા, આંધ્રપ્રદેશ – 10 જૂન
ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર – 15 જૂન
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ – 30 જૂન

આ પણ વાંચોઃ ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં UGના પ્રવેશ માટે 2 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Back to top button