અમદાવાદગુજરાત

ગુજરાતમાં તબીબોની હડતાળ, દર્દીઓને હાલાકી

Text To Speech

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલના 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં, ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રહી. જો કે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર થઈ નહીં. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું.

અમદાવાદ સહિત રાજ્યભરમાં હડતાળ

કેટલીક હોસ્પિટલો પૂર્વ આયોજિત સર્જરીને ન્યાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક એવા દર્દીઓ છે, જેઓ મેડિકલ વીમો ધરાવતા હોય છે, જેમને પોતાની સર્જરી કે ઓપરેશન માટે ઇન્શ્યોરન્સ કંપનીનું એપ્રૂવલ લઈ લીધું હોય અને ઓપરેશનની તારીખ નક્કી કરવામાં આવી હોય તેવા કિસ્સાઓને જ ઓપરેટ કરવામાં આવ્યા.

ગુજરાતમાં તબીબોની હડતાળ
ગુજરાત રાજ્ય માં તબીબોની હડતાળ

સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલોમાં OPD બંધ

ગુજરાતમાં હોસ્પિટલો માટે ફાયર સેફ્ટી અંગે સરકારના નવા નિયમો સામે વિરોધના ભાગરૂપે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલોમાં સજ્જડ બંધ રહી. અત્યારસુધીના વિરોધમાં ઈમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવતી હતી. જોકે, OPD પણ બંધ રાખવા આવી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી હતી, જોકે સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ ઇમર્જન્સી તેમજ OPD ચાલુ રાખવામાં આવી હતી અને તમામ ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફને ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.

Back to top button