ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp યુઝર્સ માટે ખુશીના સમાચાર: હવે મોકલી શકશે લાંબા વોઇસ મેસેજ, કેવી રીતે?

Text To Speech
  • વોટ્સએપે તેના લાખો યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું
  • યુઝર્સ હવે તેમના સ્ટેટસમાં 1 મિનિટ લાંબો વોઇસ મેસેજ કરી શકશે શેર
  • યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની જોઈ રહ્યા હતા રાહ

HD ન્યૂઝ ડેસ્ક, 28 મે: વોટ્સએપ યુઝર્સ હવે લાંબા વોઇસ મેસેજ મોકલી શકશે. Meta એ તેના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ માટે આ નવી સુવિધા શરુ કરી છે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. યુઝર્સ હવે તેમના સ્ટેટસમાં 1 મિનિટ લાંબા વોઇસ મેસેજ એડ કરી શકશે. આ સિવાય WhatsApp ઘણા નવા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે, જે હાલમાં બીટા વર્ઝનમાં લાવવામાં આવ્યા છે.

યુઝર્સનું ટેન્શન પૂરુ

વોટ્સએપના આ નવા ફીચર આવવાથી ઘણા યુઝર્સના ટેન્શનનો અંત આવ્યો છે. હવે દરેક વોટ્સએપ યુઝર્સ એક જ વારમાં લાંબો વોઇસ મેસેજ સ્ટેટસમાં મૂકી શકશે. અગાઉ, આ વોઇસ મેસેજ સ્ટેટસમાં માત્ર 30 સેકન્ડ સુધીનો જ મૂકવાની સ્વતંત્રતા હતી, જેના કારણે યુઝર્સને બે ભાગમાં વોઇસ મેસેજ મોકલવા પડતા હતા. આ સુવિધા તબક્કાવાર બહાર પાડવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમને તમારા WhatsAppમાં સ્ટેટસમાં 1 મિનિટ લાંબો વોઇસ મેસેજ શેર કરવાનો વિકલ્પ નથી મળી રહ્યો, તો તમારી વોટ્સએપ એપને અપડેટ કરવાની જરુર છે.

વોટ્સએપે આ ફીચર સ્ટાન્ડર્ડ તેમજ બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ માટે બહાર પાડ્યું છે. જો તમે WhatsAppના આ નવા ફીચરને અજમાવ્યું નથી, તો અમે તમને જણાવીશું કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?

આ રીતે નવા ફીચરનો કરો ઉપયોગ

સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એપ અપડેટ કરો અને પછી એપને ઓપન કરો. ઓપન કર્યા પછી સ્ટેટેસ વિભાગમાં જાવ. હવે તમારે અહીં પ્લસ આઇકોન અથવા પેન્સિલ આઇકોન પર ટેપ કરવાનું રહેશે. તેના પર ટેપ કરતાની સાથે જ તમને વોઈસ રેકોર્ડ કરવાનો અને શેર કરવાનો વિકલ્પ મળશે. આ રીતે તમે વોટ્સએપ સ્ટેટસમાં 1 મિનિટ લાંબો વોઇસ મેસેજ શેર કરી શકશો.

જો આ ફીચર હજુ સુધી તમારા સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી, તો તમારે થોડી રાહ જોવી પડશે. આવનારા થોડા દિવસોમાં તમને આ ફીચર મળવાનું શરૂ થશે. આ પછી, તમે ઉપર આપેલા સ્ટેપ ને અનુસરીને સ્ટેટસમાં 1 મિનિટ લાંબો વોઇસ મેસેજ શેર કરી શકશો.

આ પણ વાંચો: ભારતીય મોબાઈલ નંબર દ્વારા થતી છેતરપિંડી રોકવા સરકારે જારી કર્યા નિર્દેશ

Back to top button